મોરબી લાતીપ્લોટ, કાલિકા પ્લોટ અને રવાપર રોડ ઉપરથી ત્રણ વાહન ચોરાયા

- text


વાહન ચોર ગેંગ સક્રિય બનતા પોલીસને પડકાર

મોરબી : મોરબી શહેરમાં બાઈક ચોર ગેંગ સક્રિય બની છે. ગઈકાલે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં લાતી પ્લોટ, કાલિકા પ્લોટ અને રવાપર રોડ ઉપરથી વાહન ચોરાઈ ગયા અંગે ફરિયાદ નોંધાઈ છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં શૈલેષભાઇ જગજીવનભાઇ ગાંભવા, રહે.મોરબી રવાપર ગ્રામ પંચાયત પાછળ શુભમ હાઇટસ બ્લોકનં.૨૦૧ વાળાએ લાતીપ્લોટ -7 માંથી તેમનું 25 હજારની કિંમતનું બાઈક ચોરાઈ જવા અંગે ફરિયાદ નોંધાવી છે.

એ જ રીતે મોરબીના કાલિકા પ્લોટમાંથી દોઢ લાખની કિંમતની સીએનજી રીક્ષા ચોરાઈ જતા હાજીભાઈ કાસમભાઈ ખુરેશી, રહે. ભવાની સોડા વાળી શેરી કાલીકા પ્લૉટ શેરી નં.૪ વાળાએ સિટી એ ડિવિઝનમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે.

- text

વધુમાં મોરબી રવાપર રોડ સુભાષનગરમાંથી ધીરૂભાઇ દેવરાજભાઇ ભોરણીયાની માલિકીનું 30 હજારની કિંમતનું મોટર સાયકલ ચોરાઈ જતા સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

- text