રાજસ્થાનથી જૂનાગઢ જતો વિદેશી દારૂ ઝડપી લેતી મોરબી એલસીબી

- text


વાંકાનેર બાઉન્ડ્રી નજીક 25.83 લાખના મુદ્દામાલ સાથે બે આરોપી ઝબ્બે

મોરબી : વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી મોરબી એલસીબીએ રાજસ્થાનથી જૂનાગઢ લઈ જવામાં આવી રહેલ દારૂના વિશાળ જથ્થા સાથે બે શખ્સોને ઝડપી લઈ બંધ બોડીની ટાટા ટ્રક સહિત 25.83 લાખનો મુદ્દામાલ કબ્જે કરી વાંકાનેર પોલીસ મથકમાં ગુન્હો દાખલ કરાવ્યો હતો.

નવનિયુક્ત મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રીપાઠી દ્વારા પ્રોહીબીશનની પ્રવૃતિ અટકાવવા તેમજ પ્રોહી. જુગારની બદી સદંતર નાબુદ કરવા આપેલી સુચનાને પગલે મોરબી એલસીબી પીઆઇ એમ.આર.ગોઢાણીયા,પીએસઆઇ એન.બી.ડાભી, એન.એચ.ચુડાસમા સહિતની ટીમે બાતમીને આધારે વાંકાનેર બાઉન્ડ્રી નજીક વોચ ગોઠવી બંધ બોડીની ગાડીમાં છુપાવી હેરાફેરી કરાતા વિદેશીદારૂના મોટા જથ્થા સાથે બે ઇસમોને ઝડપી લીધા હતા.

વધુમાં દારૂનો આ જથ્થો રાજસ્થાનથી જૂનાગઢ લઈ જવામાં આવતો હતો અને એલસીબી ટીમે દારૂના જથ્થા સાથે માંગીલાલ તેજારામ બીસનોઇ રહે. સરણાઉ તા.સાંચૌર જી.જાલોર રાજસ્થાન અને કમલેશ રૂગનાથારામ બીસનોઇ રહે.કેરવી રાજીવનગર તા.સાંચૌર જી.જાલોર (રાજસ્થાન)ને ઝડપી લીધા હતા જ્યારે હીરારામ ઉર્ફે દેવીચંદ બીડદારામ બીસનોઇ રહે. ડભાલ ગામ તા.સાંચૌર જી.જાલોર રાજસ્થાનનું નામ ખુલતા પોલીસે ફરાર દર્શાવી ત્રણેય વિરુદ્ધ વાંકાનેર પોલીસ મથકમાં ગુન્હો નોંધાવ્યો હતો.

વધુમાં પોલીસે ટ્રકમાંથી મેકડોવેલ્સ-1 સુપીરીયર વ્હીસ્કીની બોટલો નંગ ૩,૬૦૦ કિ.રૂ.૧૩,૫૦,૦૦૦, ઓલ સીઝન ગોલ્ડન કલેકશન રીઝર્વ વ્હીસ્કીની બોટલો નંગ-૧૧૧૬ કિ.રૂ.૬,૬૯,૬૦૦, રોયલ ચેલેન્જ કલાસીક પ્રીમીયમ વ્હીસ્કીની બોટલો નંગ-૮૪ કિ.રૂ.૪૩,૬૮૦, ટાટા ૧૧૦૯ ગાડી રજી. નં. GJ-27-T7-7834 કિ.રૂ.૫,૦૦,૦૦૦, એન્ડ્રોઇડ મોબાઇલ ફોન-૨ કિ.રૂ.૧૦૦૦૦, રોકડા રૂપીયા-૯,૮૦૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂ.૨૫,૮૩,૦૮૦નો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.

- text

આ સફળ કામગીરી એલસીબી પીઆઇ એમ.આર.ગોઢાણીયા, પીએસઆઇ એન.બી.ડાભી, એન.એચ.ચુડાસમા, એ.ડી.જાડેજા, ASI રજનીકાંત કૈલા, સંજયભાઇ પટેલ, HC દિલીપભાઇ ચૌધરી, વિક્રમસિંહ બોરાણા, શકિતસિંહ ઝાલા, પૃથ્વીરાજસિંહ જાડેજા, સુરેશભાઇ હુંબલ, દશરથસિંહ ચાવડા, સહદેવસિંહ જાડેજા, યોગીરાજસિંહ જાડેજા, પો.કોન્સ. વિક્રમભાઇ કુંગસીયા, રવિરાજસિંહ ઝાલા, અશોકસિંહ ચુડાસમા, પરાક્રમસિંહ જાડેજા અને સતીષભાઇ કાંજીયા વગેરે દ્વારા કરવામાં આવી હતી.

- text