મોરબી જિલ્લામાં RTE હેઠળ બે દિવસમાં તંત્રને 1127 અરજી મળી, 738 માન્ય રહી

- text


 

36 અરજીઓ ક્ષતિના કારણે રિજેક્ટ : 325 અરજી પેન્ડિંગ

મોરબી : RTE એકટ હેઠળ મોરબી જિલ્લામાં બે દિવસમાં 1127 અરજીઓ મળી છે. જેમાં 738 અરજીઓ માન્ય રહી છે. જ્યારે 36 અરજીઓ ક્ષતિના કારણે રિજેક્ટ થઈ છે. 325 અરજીઓ પેન્ડિંગ રહી છે.

- text

RTE એકટ-2009 અન્વયે શૈક્ષણિક વર્ષ 2021-22માં નબળા અને વંચિત જૂથના બાળકોને વિનામૂલ્યે ધોરણ-1 માં પ્રવેશ માટે બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25 % મુજબ વિનામૂલ્યે ધોરણ-1 માં પ્રવેશ આપવાની પ્રક્રિયાનો પ્રારંભ કરવા થયો છે. આ પ્રક્રિયા 11 એપ્રિલ સુંધી ચાલવાની છે. પ્રવેશ પાત્રતા માટે વાલીની વાર્ષિક આવક શહેરી વિસ્તારમાં રૂ.૧,૫૦,૦૦૦/-તથા ગ્રામ્ય વિસ્તારમાં રૂ. ૧,૨૦,૦૦૦/-ની મર્યાદા જાહેર કરેલ છે. પ્રવેશ માટે કેટેગરીની અગ્રતા, આવકની અગ્રતા, વાલીઓએ પસંદ કરેલ શાળાની અગ્રતા વગેરે ધ્યાને લઈ પ્રવેશ આપવામાં આવશે. મોરબી જિલ્લામાં RTE એકટ હેઠળ 2 દિવસમાં તંત્રને 1127 અરજીઓ મળી છે. જેમાં 738 અરજીઓ માન્ય રહી છે. જ્યારે 36 અરજીઓ ક્ષતિના કારણે રિજેક્ટ થઈ છે. 325 અરજીઓ પેન્ડિંગ રાખવામાં આવી છે.

- text