ખેલ મહાકુંભની ઓપન ટેનિસ ટુર્નામેન્ટમાં ટંકારા નાયબ મામલતદાર પ્રથમ ક્રમે

- text


આગામી દિવસોમાં રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે

ટંકારા : ખેલ મહાકુંભ અંતર્ગત યોજાયેલ ઓપન ટેનિસ ટુર્નામેન્ટમાં ટંકારા નાયબ મામલતદારે સારું પ્રદર્શન કરી પ્રથમ નંબર મેળવ્યો હતો.આગામી દિવસોમાં તે રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે.

થોડા દિવસો પહેલાં યોજાયેલી ખેલ મહાકુંભ અંતર્ગત રાજ્યના રમતવીરો માટે પ્લેટફોર્મ પુરૂ પાડી તાલુકા જીલ્લા અને રાજ્ય કક્ષા સુધી તેની આવડત ઉજાગર કરવાનો મોકો મળે છે.ત્યારે ટંકારા મામલતદાર કચેરી ખાતે રેવન્યુ વિભાગના ડેપ્યુટી મેજિસ્ટ્રેટ મિતેષ પટેલે ઓપન ટેનિસ ટૂર્નામેન્ટના અદકેરૂ પ્રદર્શન કરી પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું.

- text

જ્યારે બીજા ક્રમે હળવદના રાજેશ રૂપાલા અને ત્રીજા ક્રમે ધનાળાના શિક્ષક રમેશભાઈ સૌલંકી રહા હતા.આ ત્રણે રમતવીરો આગામી દિવસોમાં રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા માટે જશે.

અત્રે ઉલ્લેખનીય છે કે વહિવટી તંત્ર અને કર્મચારીઓ માટે કામકાજનું ભારણ હોવા છતાં રમત ગમતની સ્પર્ધામા સારો દેખાવ કરી ટંકારા તથા મામલતદાર કચેરીનું ગૌરવ વધાર્યુ હતું.જો આવા રમતવીરો માટે સરકાર યોગ્ય વાતાવરણ ઉભુ કરે તો શુ નો કરી શકે એનો દાખલો ઉભો કર્યો છે.

- text