વાંકાનેર નજીકથી સગીરાને ભગાડી જનાર આરોપી હરિયાણાથી ઝડપાયો

- text


એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ સ્ક્વોડ દ્વારા સગીરાને પણ હસ્તગત કરાઈ

વાંકાનેર : વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપરથી પાંચેક માસ પૂર્વે સગીરાનું અપહરણ કરનાર આરોપીને એન્ટી હુમન ટ્રાફિકિંગ સ્ક્વોડ દ્વારા હરિયાણાથી મજૂરી કામ કરતા ઝડપી લઈ સગીરાને પણ હસ્તગત કરવામાં આવી હતી.

મોરબી એન્ટી હુમન ટ્રાફિકિંગ સ્ક્વોડે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલ સગીરા અપહરણના કેસમાં આરોપી અને ભોગ બનનાર સગીરાને હરિયાણાના રોહતક જીલ્લાના સામ્પ્લા બૈરી રોડ ઉપર મજુરી કરતા હોવાની બાતમીને આધારે હરિયાણા ખાતેથી બિહારના વતની આરોપી અલોકકુમાર કાલીસિંહ ભૂમિહાર અને ભોગ બનનારને શોધી કાઢ્યા હતા અને આરોપીને ઝડપી લઈને વાંકાનેર પોલીસને સોંપી આપ્યો હતો.

- text

આ કામગીરી ઇન્ચાર્જ એલસીબી પી.આઈ. વી. એલ. પટેલ, પીએસઆઈ એન.બી. ડાભી, એન.એચ. ચુડાસમા, એ.ડી. જાડેજા, એ.એ.જાડેજા, રજનીકાંત કૈલા, સંજયભાઈ પટેલ, જયવંતસિંહ ગોહિલ, દશરથસિંહ ચાવડા, નંદલાલ વરમોરા, અશોકસિંહ ચુડાસમા, પરાક્રમસિંહ જાડેજા, બકુલભાઈ કાસુન્દ્રા અને હીનાબેન પાંચિયા સહિતની ટીમે કરી હતી.

- text