પ્રજા પોલીસ બની ! વાંકાનેરમાં બે ખેડૂતોએ ડીઝલ એન્જીન ચોર ગેંગને પકડી

- text


વાડીમાંથી ચોરેલા ઓઇલ એન્જીન સાથેની છકડો રીક્ષા પકડી લેતા બે ચોર નાસી ગયા : બે શખ્સોને ઝડપી લઈ પોલીસ હવાલે કર્યા

વાંકાનેર : વાંકાનેરના અમરસર ગામે ખેડૂતના વાડી ખેતરમાંથી ડીઝલ એન્જીનની ચોરી કરતી ગેંગના બે સભ્યોને ખેડૂતોએ છકડો રિક્ષા અને મૂળમાલ સાથે ઝડપી લઈ પોલીસ હવાલે કરતા પોલીસે તસ્કરો વિરુદ્ધ ગુન્હો નોંધ્યો છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેરના અમરસર ગામે રહેતા અને ખેતીવાડીનો વ્યવસાય કરતા ઈબ્રાહીમભાઈ જીવાભાઈ માથકીયા અને શાહબુદીન વલીમહંમદભાઈ ખોરજીયાની વાડીમાંથી પાણી ખેંચવા માટેના ડીઝલ એન્જીનની ચોરી થઈ જતા ખેડૂતોએ જાતે તપાસ શરૂ કરી હતી.

- text

બીજી તરફ ખેડૂતોની જાત તપાસ દરમિયાન અમરસર ગામના પવનચક્કી વાળા રસ્તેથી પસાર થતી છકડો રિક્ષામાં ડીઝલ એન્જીન હોવાનું જણાતા પૂછતાછ કરતા બે શખ્સો ભાગી ગયા હતા અને બે શખ્સોને ખેડૂતોએ 24 હજારના ડીઝલ એન્જીન અને છકડા સહિત ઝડપી લઈ વાંકાનેર સિટી પોલીસને હવાલે કર્યા હતા.

વધુમાં ખેડૂતોએ ડીઝલ એન્જીન ચોરનાર રાજુભાઈ સવશીભાઈ દેલવાડીયા, વિક્રમભાઈ દીપકભાઈ સોલંકી, રહે. મોરબી મહેન્દ્રનગર ઘુંટુ રોડ ઈંટોના ભઠા પાસે, મુકેશભાઈ વેરશીભાઈ સીતાપરા, રહે. અમરસર અને ગૌતમભાઈ દીનેશભાઈ રાબડીયા, રહે. અમરસર વાળા વિરુદ્ધ વાંકાનેર સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી ચોરીનો મુદ્દામાલ અને બે આરોપીઓને પોલીસને સોંપી આપ્યા હતા.

- text