માળીયાના નવાગામમાં દેશી દારૂની ચાલુ ભઠ્ઠી સાથે બે ઝડપાયા

- text


માળીયા : માળીયા મિયાણા તાલુકાના નવાગામમાં નદી કાંઠે ધમધમતી દેશી દારૂની ચાલુ ભઠ્ઠી ઉપર પોલીસે દરોડો પાડી ઠંડો,ગરમ આથો અને દારૂની ભઠ્ઠીના સાધનો તેમજ મોટર સાયકલ સહીત 15,700ના મુદામાલ સાથે બે આરોપીને ઝડપી લીધા હતા.

- text

પ્રાપ્ત વિગતો મુજબ માળીયા પોલીસે બાતમીને આધારે નવાગામ નદીના કાંઠે બાવળની કાંટમા દરોડો પાડતા સમીરભાઇ જાકીરભાઇ ઉર્ફે જાકો જેડા, રહે હાલ-ખીરઇ તા.માળીયા મીયાણા મુળ રહે-નવાગામ વાંઢ વિસ્તાર તેમજ અકબરભાઇ વલીમામદભાઇ મેર, રહે ટીંટોળી મોરો, ફતેપરગામ પાસે તા.માળીયા મીયાણા નામના આરોપીઓ ગરમ આથો, ઠંડો આથો, દેશી દારૂ, ભઠ્ઠીના સાધનો અને એક મોટર સાયકલ સહીત કુલ રૂપિયા 15,700ના મુદામાલ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા. આ અંગે માળીયા પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ અન્વયે ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text