ગેસના મુદ્દે સીરામીક ઉદ્યોગકારોમાં આક્રોશ : રેલી કાઢી ગેસ કંપનીને કરી ઉગ્ર રજુઆત

- text


સિરામીક ઉદ્યોગ ફિક્સ એમજીઓ આપવા ગુજરાત ગેસની ઑફિસે જઈને આવેદન આપ્યું

આગામી એપ્રિલ માસમાં 100 ટકા ફિક્સ ભાવે એમજીઓ કરી આપવા માંગ

મોરબી : આંતરાષ્ટ્રીય બજારમાં ગેસના ભાવ વધ ઘટ થતા હોય ચાલુ માર્ચ મહિનામાં ગુજરાત ગેસ દ્વારા સિરામીક ઉદ્યોગને અપાતા ગેસમાં 20 ટકાનો કાંપ લાદવા સહિતના ગેસના ગંભીર પ્રશ્ને સીરામીક ઉદ્યોગકારોમાં ભારે આક્રોશ વ્યાપી ગયો છે. ત્યારે રોષે ભરાયેલા મોરબીના સેંકડો ઉધોગકારોએ આ મુદ્દે આજે મોરબી સિરામીક એસોસિએશનની આગેવાનીમાં રેલી કાઢી ગુજરાત ગેસ કંપનીની ઑફિસે પોહચીને આવેદનપત્ર પાઠવી એપ્રિલ માસ માટે 100 ટકા એમજીઓ માટે ફિક્સ ભાવ નક્કી કરી આપવા ઉગ્ર માંગ ઉઠાવી હતી.

મોરબી સિરામીક એસોસિએશન પ્રમુખ વિનોદભાઈ ભાડજા, મુકેશભાઈ કુંડારિયા અને કિરીટભાઈ પેટેલ સહિતના આગેવાનો અને સેંકડો ઉદ્યોગકારો દ્વારા આજે ગુજરાત ગેસ કંપનીને આવેદનપત્ર પાઠવી આગામી એપ્રિલ માસમાં કેટલા ફિક્સ ભાવે 100 ટકા એમજીઓ કરી આપવામાં આવશે તે અંગે આગોતરી જાણ કરવા માંગ કરી કંપની ભાવ નક્કી કરે ત્યારે બાદ જ સિરામીક ઉદ્યોગકારો દ્વારા એમજીઓ કરાશે તેવું સ્પષ્ટ કર્યું હતું.

- text

વધુમાં મોરબી સિરામીક આગેવાનો દ્વારા અગાઉ ગેસ બાબતે થયેલી રજૂઆતો ગુજરાત ગેસ કંપની દ્વારા ધ્યાને ન લેવામાં આવી હોવાનું રજુઆતમાં જણાવી અગાઉ લખેલા પત્રોનો પણ પ્રત્યતર આપવા માંગ કરી હતી. અને આ બાબતે જો ગેસ કંપની યોગ્ય નિરાકરણ ના કરે તો આગામી દિવસોમાં ઉગ્ર રજૂઆતો અને જરૂર પડ્યે આંદોલન કરવાની પણ હાજર ઉદ્યોગકારોએ ચીમકી આપી હતી.

- text