મોરબીના પીપળી રોડ ઉપર એક્સેસ મોટર સાયકલ ઉપર દેશી દારૂ સાથે એક ઝડપાયો

- text


મોરબી : મોરબીના પીપળી રોડ ઉપર સુઝુકી એક્સેસ મોટર સાયકલ ઉપર 70 લીટર દેશી દારૂ લઈને નીકળેલા વિશાલ હિતેષભાઇ રાઠોડ, રહે-કુલીનગર-૧ વીસીપરા મોરબીવાળાને મોરબી તાલુકા પોલીસે પકડી પાડતા દારૂનો આ જથ્થો શાહરૂખ ફિરોઝભાઇ પઠાણ રહે-વીસીપરા કુલીનગર વાળા પાસેથી મેળવ્યાની કબૂલાત આપતા આરોપી વિશાલને અટકાયતમાં લઈ રૂપિયા 1400નો દેશી દારૂ તેમજ 15000નું મોટર સાયકલ કબ્જે કરી બન્ને આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

- text