17 માર્ચ : જાણો.. વાંકાનેર માર્કેટ યાર્ડના વિવિધ જણસીઓના બજાર ભાવ

- text


સૌથી વધુ ઘઉં ટુકડા અને ચણા તથા સૌથી ઓછી તલની આવક : અડદનો સૌથી નીચો ભાવ અને જીરુંનો સૌથી ઊંચો ભાવ

મોરબી : વાંકાનેર માર્કેટ યાર્ડમાં આજે તા.17 માર્ચના રોજ સૌથી વધુ ઘઉં ટુકડા અને ચણા તથા સૌથી ઓછી તલની આવક થઇ છે. તેમજ સૌથી નીચો ભાવ અડદનો અને સૌથી ઊંચો ભાવ જીરુંનો રહ્યો છે. ત્યારે વાંકાનેર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના વિવિધ જણસીઓના આજના નક્કી કરાયેલા 20 કિલોગ્રામના ભાવ જોઈએ.

વાંકાનેર માર્કેટ યાર્ડમાં ઘઉંની 360 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 422 અને ઊંચો ભાવ રૂ.468, ઘઉં ટુકડાની 500 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 425 અને ઊંચો ભાવ રૂ. 531,એરંડાની 50 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.1387 અને ઊંચો ભાવ રૂ. 1412,કપાસની 275 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.1100 અને ઊંચો ભાવ રૂ.2050,મેથીની 80 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.1000 અને ઊંચો ભાવ રૂ.1155, તલની 0.5 ક્વિન્ટલ ઊંચો ભાવ રૂ.1775, કાળા તલની 3 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 1400 અને ઊંચો ભાવ રૂ.2360 છે.

- text

વધુમાં,અડદની 9 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 320 અને ઊંચો ભાવ રૂ.760, કળથીની 2 ક્વિન્ટલ આવક ઊંચો ભાવ રૂ.646, ચણાની 500 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.800 અને ઊંચો ભાવ રૂ.876,રાય/રાયડોની 300 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 1000 અને ઊંચો ભાવ રૂ. 1181,જવની 15 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.465 અને ઊંચો ભાવ રૂ. 595, તુવેરની 4 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 1060 અને ઊંચો ભાવ રૂ.1070,ધાણાની 160 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 1520 અને ઊંચો ભાવ રૂ.1871,જીરુંની 400 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 2800 અને ઊંચો ભાવ રૂ.3954,ઇસબગુલની 5 ક્વિન્ટલ આવક નીચો ભાવ રૂ.1893 અને ઊંચો ભાવ રૂ.2316,ગુવારબીની 3 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.700 અને ઊંચો ભાવ રૂ.1050 છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text