મોરબી – રાજકોટ હાઇવે ઉપર કોન્ટ્રાકટરના પાપે બાઈક ચાલકને અકસ્માત

- text


હરબટિયાળી નજીક ડામરનો ઢગલો કરીને કોન્ટ્રાકટરના માણસો ચાલ્યા જતા બાઈક ચાલકને ગંભીર અકસ્માત નડ્યો

ટંકારાના પૂર્વ તાલુકા પ્રમુખ દ્વારા કોન્ટ્રાક્ટરને ડામરનો ઢગલો ઉપાડવા કહેવા છતાં ઢગલો યથાવત રહેતા ગ્રામજનોમાં રોષ

ટંકારા : અનેક વિવાદોમાં રહેલ રાજકોટ – મોરબી હાઇવે રોડ ઉપર આજે કોન્ટ્રાકટરના માણસો હરબટિયાળી નજીક ડામરનો ઢગલો કરીને ચાલ્યા જતા આ મામલે ટંકારાના પૂર્વ તાલુકા પ્રમુખે અકસ્માતનો ભય હોવાનું જણાવી કોન્ટ્રાકટરને ચેતવવા છતાં ડામરનો ઢગલો યથાવત રહેતા રાત્રે સાડા દસ વાગ્યે બાઈક ચાલકને ગંભીર અકસ્માત નડતા સારવાર માટે રાજકોટ ખસેડવો પડ્યો છે. બીજી તરફ આ ઘટનાથી ગ્રામજનોમાં રોષ ફાટી નીકળ્યો હોવાનું જાણવા મળે છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ આજે સાંજના સમયે રાજકોટ મોરબી હાઇવે ઉપર હરબટિયાળી નજીક રોડ કોન્ટ્રાકટરના માણસો ડામરનો મસમોટો ઢગલો કરી ચાલ્યા જતા ટંકારાના પૂર્વ તાલુકા પ્રમુખના પતિ અશોકભાઈ સંઘાણીએ આ મામલે કોન્ટ્રાકટર કિરણભાઈને જાણ કરી તાકીદે ડામર ઉપડાવવા કહ્યું હતું.

- text

જો કે નિમ્ભર કોન્ટ્રાકટ કિરણભાઈ અને ગુપ્તાજી નામના વ્યક્તિએ આ બાબત હળવાશથી લેતા આજે મિતાણાથી હરબટિયાળી આવી રહેલ બાઈક ચાલક આ ડામરના ઢગલા સાથે અથડાઈ જતા અકસ્માત થતા ગંભીર હાલતમાં રાજકોટ સારવારમાં ખસેડાયા હતા. આ ઘટનાને પગલે હરબટિયાળીના ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને લોકોના ટોળા હાઇવે ઉપર એકત્રિત થઈ ગયાનું જાણવા મળે છે.

- text