ટંકારાના રિક્ષાચાલકની પ્રામાણિકતા : પૈસા ભરેલો થેલો પોલીસની મદદથી મૂળ મલિકને પરત કર્યો

- text


ટંકારા : પાનેલી રહેતા રીક્ષા ચાલકે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પડ્યું છે.પેટ્રોલ પંપ પાસે પૈસા ભરેલો થેલો મળી આવતા પોલીસને જાણ કરી હતી.પોલિસની મદદથી મુળ માલિકની ઓળખ કરવા કવાયત હાથ ધરી હતી અને મૂળ મલિકને પૈસાનો થેલો પરત કરવામાં આવ્યો હતો.

- text

રાજકોટથી મોરબી તરફ રીક્ષા લઇને જઈ રહેલ જયદીપ દિનશભાઈ ઠાકોર (ઉ.વ.૨૮ રહે, મોરબી) ઠાકોર સમાજના પ્રમુખ વિનાબેન દિનેશભાઈ (રહે અમરેલી) ચંદ્રીકાબેન દેવાયતભાઈ ઠાકોર (રહે લીલાપર તા.જી મોરબી) તથા રીક્ષા ચાલક મયુરભાઈ બાબુભાઈ બાબરીયા (૨હે.પાનેલી તા.જી મોરબી) લજાઈ નજીક આવેલા CNG પેટ્રોલ પંપ પર ગેસ પુરાવા ઉભા રહેલ હતા.ત્યારે પંપની બાજુમાં રોડની સાઈડમાં એક કાળા રંગનો થેલો બાળકીને નજરે ચડતા વડીલને વાત કરી હતી.જેમાં રોકડ રકમ રૂ.૮૪૦૦૦,ચેકબૂક અને દસ્તાવેજી જરૂરી ડોક્યુમેન્ટ જોવા મળતા તાત્કાલિક મોરબી પી.આઈ.વી.બી.જાડેજાનો સંપર્ક કર્યો હતો.જેને ટંકારા પોલીસ મથકે આપવા જણાવ્યું હોય અને ટંકારા પોલીસ સબ ઇન્સ્પેકટર એસ.એમ.રાણા સહિતના પોલીસ સ્ટાફે થેલોનો કબજો લઈ મુળ માલિકની ઓળખ કરવા કવાયત હાથ ધરી હતી અને આ પ્રામાણિક પરીવારની કામગીરી બિરદાવી હતી.

- text