વાંકડા પ્રાથમિક શાળામાં પિતાએ સાઉન્ડ સીસ્ટમની ભેટ આપી પુત્રીનો જન્મદિવસ ઉજવ્યો

- text


મોરબી : વાંકડા પ્રાથમિક શાળામાં પિતાએ પુત્રીના જન્મદિવસ નિમિત્તે સાઉન્ડ સીસ્ટમની ભેટ આપી જન્મદિવસ ઉજવ્યો હતો.

રામજીભાઈ દેકાવાડીયાએ તેની લાડકી પુત્રી જીયાનાં જન્મદિવસ નિમિત્તે વાંકડા પ્રાથમિક શાળામાં સાઉન્ડ સીસ્ટમની ભેટ આપી હતી. આમ, શાળાને કાયમી ઉપયોગી વસ્તુની ભેટ જોઈને શાળાનાં બાળકો તથા શાળા પરીવાર ખૂબ જ આનંદીત થયો હતો.

- text