મોરબી જુના બસસ્ટેન્ડમાં કેશોદની મહિલાએ બસમાં ચડવામાં પોણા બે લાખના દાગીના ગુમાવ્યા

- text


લગ્નપ્રસંગમાં આવેલ મહિલા બસમાં ચડવા જતા ગિરદીનો લાભ ઉઠાવી ગઠિયો રોકડા 1500 સહિતના દાગીના તફડાવી ગયો

મોરબી : મોરબી લગ્ન પ્રસંગમાં આવેલ જૂનાગઢ કેશોદના મહિલાને બસમાં ચડતા સમયે ગઠિયો ભેટી જતા રૂપિયા 1500 રોકડા અને પોણા બે લાખની કિંમતના સોનાના દાગીના ગુમાવવા પડયા હતા. આ મામલે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

મોરબી જુના બસ સ્ટેન્ડમાં એસટી તંત્રના અણધડ વહીવટના પાપે રોજે રોજ અનેક લોકોના ખિસ્સા કપાતા હોવાની ઘટના સામાન્ય બની છે ત્યારે ગત તા.23ના રોજ મોરબી લગ્ન પ્રસંગ પતાવી પરત જૂનાગઢના કેશોદ જઈ રહેલા હેમીબેન કરશનભાઇ છગનભાઇ ચાવડા સવારના સમયે જુના બસ સ્ટેન્ડમા બસમા ચડતા સમયે અથવા બસમા બેસી ગયા બાદ ગિરદીનો લાભ લઇ કોઈ ગઠિયો ભેટી જતા તેમના પર્સમા રાખેલ સોનાનો હાર તથા સોનાની વીટી તથા સોનાનુ લોકેટ સહિત 1,75,000ના સોનાના દાગીના તથા રોકડ રૂ.1500 મળી કુલ મુદામાલ રૂ.1,76,500 અજાણ્યા ચોરે ચોરી કરી લઇ ગયા હતા.

- text

જો કે, હેમીબેન બસમાં બેઠા બાદ તેમના પર્સમાંથી રોકડ દાગીનાની તફડંચી થયાની જાણ લજાઈ નજીક થતા તેમના ભાઈઓને જાણ કરી ગઈકાલે આ મામલે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

- text