જાણો.. સ્વામી દયાનંદ સરસ્વતીની અજાણી વાતો : ભાગ 18

- text


પંજાબથી પ્રસ્થાન,શ્યામજી કૃષ્ણવર્મા મિલાપ, જય જગદીશ હરે ના રચૈયતાની નાલાયકી, ફરી એકવાર કુંભ મેળામાં

ટંકારા આર્યસમાજ સ્થાપના દિન અને ઋષિ બોધોત્સવ ઉજવણી થઈ ગઈ છે આજે પંજાબથી પ્રસ્થાનથી શરૂઆત કરી પંજાબવાસીઓમાં નવચેતન ફૂંકીને ઈસાઈ–મુસલમાનોના ધાર્મિકવટાળ પ્રવૃત્તિના આક્રમણને ખાળીને, પંજાબના પ્રમુખ નગરોમાં વૈદિક ધર્મના ડંકા બજાવીને ઋષિવર દયાનંદે પશ્ચિમોત્તર પ્રદેશ સંયુક્ત પ્રાંત તરફ બીજી વાર પ્રસ્થાન કર્યું. સં. ૧૯૩૪ અષાઢ વદ ૧૧, ગુરુવાર (૨૫ જુલાઈ, ૧૮૭૮)ના સ્વામીએ રુડકી પધાર્યા અને લાલા શંભુનાથના બંગલામાં નિવાસ કર્યો.આ સ્થાન પર પ્રથમ પ્રવચન ‘‘ઈશ્વરીય જ્ઞાન’’ પર થયું. સ્વામીજીના પ્રવચનમાં જેની ગણના અછૂતોમાં કરવામાં આવતી તેવા એક મજહબી શીખને સભામાં જોઈને પોસ્ટમેન મુનીરખાંએ તેનો તિરસ્કાર કર્યો. જેથી સ્વામીજીએ કહ્યું, ‘‘પરમાત્માની આ સૃષ્ટિમાં સર્વ સમાન છે.”સ્વામીજીનાં અન્ય પ્રવચનો વિભિન્ન વિષયો પર આરમન સ્કૂલ સમીપ મેદાનમાં થયાં. જેમાં એક પ્રવચનમાં મુસ્લિમોએ વિઘ્ન ઉત્પન્ન કરવા પ્રયત્ન કર્યો, પરંતુ સફળતા મળી નહિ. શાસ્ત્રાર્થ માટે નક્કી કર્યા પછી પણ કોઈ આવ્યા નહિ.

તા. ૨૦ ઑગસ્ટના અહીં આર્યસમાજની સ્થાપના કરવામાં આવી અને ત્યારબાદ સ્વામીજીએ ઉપદેશ આપીને શ્રોતાઓને કૃતાર્થ કર્યા. સં. ૧૯૩૪ શ્રાવણવદ ૮, બુધવાર (૨૧ ઓગસ્ટ, ૧૮૭૮)ના સ્વામીજી અલીગઢ પધાર્યા. અહીં સ્વામીજીને મળવા મુંબઈથી પં. શ્યામજી કૃષ્ણવર્મા, મૂળજી ઠાકરશી અને હરિશ્ચંદ્ર ચિંતામણિ વગેરે આવેલા. તેઓનું આતિથ્ય સૈયદ અહમદખાંએ પોતાના ઘેર કર્યું. સ્વામીજી અસ્વસ્થ હોવાથી ભોજન કરવા જઈ શક્યા નહિ. અહીં સ્વામીજીનું એક જ પ્રવચન થયું અને તેમાં અલીગઢના સબ જજ ફકરુદ્દીને અધ્યક્ષ પદ શોભાવી સ્વામીજીના પ્રગતિશીલ વિચારોની ખૂબ જ પ્રશંસા કરી. સં. ૧૯૩૪ શ્રાવણવદ ૧૩, સોમવાર (૨૬ ઓગસ્ટ, ૧૮૭૮)ના સ્વામીજી મેરઠ પધાર્યા અને લાલા દામોદર દાસની કોઠીમાં નિવાસ કર્યો. આ સ્થાનમાં પ્રવચનોનો પ્રારંભ કરીને તેમાં મત-મતાંતરોના પાખંડોની પોલ ખોલી. તેની કાલ્પનિક કથાઓને રજૂ કરી તેની અસંભવ વાતો પર વિનોદપૂર્ણ ટીકા-ટિપ્પણી કરી.આથી પૌરાણિકોમાં હલચલ મચી ગઈ. પરંતુ શાસ્ત્રાર્થ કરવા કોઈ ફરક્યા નહિ. તા.૨૯ સપ્ટેમ્બરના આર્યસમાજની સ્થાપના કરવામાં આવી અને ખૂબ જ ઉત્સાહથી કર્મચારીઓ, વેપારીઓ વગેરે ૮૧ સદસ્યોથી પ્રારંભ કરવામાં આવ્યો.

સં. ૧૯૩૪ આસો સુદ ૮, ગુરુવાર (૩ ઑક્ટોબર, ૧૮૭૮)ના સ્વામીજી દિલ્હી પધાર્યા.અહીં જનતાને પોતાના અમૃતમય ઉપદેશોથી તૃપ્ત કરી. દિલ્હીમાં ૩ નવેમ્બરના રોજ આર્યસમાજની સ્થાપના કરવામાં આવી.સ્વામીજી દિલ્હીથી ૬ નવેમ્બર પ્રસ્થાન કરીન ૭ નવેમ્બરના જયપુર થઈને સં. ૧૯૩૫ના કારતક સુદ ૧૨ મંગળવાર (નવેમ્બર ૮)ના અજમેર પહોંચ્યા.ત્યાં સ્ટેશન પર તેમનું સ્વાગત કરવામાં આવ્યું. અજમેરમાં થોડો વિશ્રામ કરીને કારતક સુદ પૂનમનો પુષ્કરમાં મેળો ભરાય છે, ત્યાં પ્રચાર માટે પહોંચ્યા; અને ત્યાં વિજ્ઞાપન પ્રચારિત કરી ધર્મચર્ચા માટે લોકોને આમંત્રણ આપ્યું. પુષ્કરમાં પ્રચાર ઉપદેશ કરીને સ્વામીજી ૧૪ નવેમ્બરના અજમેર પધાર્યા અને વૈદિક ધર્મના મહત્ત્વ પર ક્રમશઃ પ્રવચનો કર્યાં. અજમેરથી પ્રસ્થાન કરીને સ્વામીજી મસૂદા (ડિસેમ્બર ૨) અને નસીરાબાદ (ડિસેમ્બર ૧૦)ના નિવાસીઓને પોતાના ઉપદેશોનું પાન કરાવીને અજમેર થઈને (સં. ૧૯૩૫ માગસર વદ ૬, રવિવાર – ૧૫ ડિસેમ્બર, ૧૮૭૮) જયપુર પધાર્યા. સ્વામીજીના પૌરાણિક માન્યતાની આલોચનાથી જયપુર નરેશ અપ્રસન્ન થયા. પરંતુ તેથી કાંઈ સ્વામીજીના કાર્યનો અવરોધ કરવો એ નરેશના હાથની કોઈ વાત ન હતી અને સ્વામીજી નિર્ભીક રીતે પ્રચાર કરતા રહ્યા.સં. ૧૯૩૫ પોષ સુદ ૨, બુધવાર (૨૫ ડિસેમ્બર, ૧૮૭૫)ના સ્વામીજી રાવ યુધિષ્ઠિર સિંહના આમંત્રણથી રેવાડી પધાર્યા.રાવસાહેબના આગ્રહથી અહીં સ્વામીજીએ અગિયાર પ્રવચનો આપ્યાં. તેમાં પૌરાણિક મતોની તથા ઈસાઈ અને ઇસ્લામની ચર્ચા કરી અને મૃતક શ્રાદ્ધની મિથ્યા વાતોનું તથા ઈસાઈઓ પણ પૌરાણિકોની સમાન હૂંડી લખીને સ્વર્ગમાં સર્વસુખ—સામગ્રી મળવાની મિથ્યા અંધશ્રદ્ધા ધરાવે છે, તેની આલોચના કરી. એક વેદાન્તી પોતાને બ્રહ્મ માનતો હતો. તેને સ્વામીજીએ કહ્યું કે, ‘‘બ્રહ્મ સૃષ્ટિ રચના કરે છે. તું આ ભૂમિને એક હાથ ઊંચી ઉઠાવી દે.’’ આ સાંભળીને વેદાન્ત ચૂપ થઈ ગયો. રેવાડીમાં આર્યસમાજની સ્થાપના કરવામાં આવી અને સ્વામીજીની પ્રેરણાથી રાવ યુધિષ્ઠિરે ગૌશાળાની સ્થાપના કરી. અહીંથી પોષ વદ ૧, ગુરુવાર (૯ જાન્યુઆરી) સ્વામીજી દિલ્હી આવ્યા અહીં તેઓના ત્રણ પ્રવચનો થયાં. અહીંથી સ્વામીજી પોષ વદ ૯, ગુરુવાર (૧૬ જાન્યુઆરી)ના મેરઠ આવ્યા અને અહીં વિજ્ઞાપન છપાવી સાથે લઈ સહરાનપુરમાં આવીને બે પ્રવચનો આપ્યાં. ત્યાર બાદ થોડા દિવસો રુડકીમાં રોકીને ફરી એક વાર હરદ્વાર કુંભના મેળામાં પ્રચારાર્થ જવા માટે પ્રસ્થાન કર્યું. સં. ૧૯૩૫ મહાવદ ૧૪, ગુરુવાર (૨૦ ફેબ્રુઆરી, ૧૮૭૯)ના સ્વામીજીએ જવાલાપુર આવીને મૂલા મિસીના બાગના બંગલામાં નિવાસ કર્યો,અહીંના મુસલમાન જમીનદાર રાવ એવજખાંએ દયાનંદ સાથેના વાર્તાલાપથી પ્રભાવિત થઈને માંસાહારનો ત્યાગ કર્યો અને પોતાના ધર્મબંધુઓને પણ ગોરક્ષા માટે પ્રેરિત કરવાનું વચન આપ્યું. સં. ૧૯૩૫ ફાગણ સુદ ૬, ગુરુવાર (ફેબ્રુઆરી ૨૭)ના સ્વામીજી હરદ્વાર પહોંચીને મૂલા મિસ્રીના ખેતરમાં શિબિર લગાવીને ધર્મોપદેશમાં પ્રવૃત્ત થયા. વિજ્ઞાપન દ્વારા તેની જનતામાં જાહેરાત કરી. આ કુંભના મેળામાં સ્વામીજીના નામની ધૂમ મચી રહી. લોકોના ઝુંડના ઝુંડ મળવા માટે આવવા માંડ્યા. તેમાં કોઈ જિજ્ઞાસા માટે, કોઈ ભક્તિભાવપૂર્વક આવતા હતા. પ્રાયઃ લોકો માત્ર કુતૂહલ માટે આવતા કે એક ભગવા વસુધારી હિન્દુ સંન્યાસી હોવા છતાં પરંપરાગત મૂર્તિપૂજા, અવતારવાદ, શ્રાદ્ધ, તીર્થાટન સંન્યાસીના રૂપ-રંગ, આકાર-પ્રકાર, આચાર-વિચાર કેવા છે તે જોઈએ. કુંભના આ મેળામાં નિરંતર પ્રચારના શ્રમ અને આરામ ન મળતા સ્વામીજી બીમાર પડી ગયા અને ઝાડા થવાના કારણે નબળાઈ આવતા પ્રવચનો પણ બંધ કરવાં પડ્યાં. આ વાત ફેલાતા સાધુ મંડળીએ વિચાર્યું કે આ અવસ્થામાં દયાનંદ શાસ્ત્રાર્થ નહિ કરે, જેથી આપણે ત્યાં જઈને પાછા ફરી આવીને તેનો પરાજય જાહેર કરી દઈ. આમ વિચાર કરીને તેઓ સ્વામીજી પાસે આવ્યા. તેઓને જોઈને સ્વામીજી તરત જ રોગ શય્યાથી ઊઠ્યા અને શાસ્ત્રાર્થ માટે તૈયાર થઈ ગયા. સાધુ મંડળીના એક મુખ્ય સાધુએ વેદાન્ત વિષય પર ચર્ચા કરતા સ્વામીજીએ તર્ક અને પ્રમાણથી તેને ૫–૭ મિનિટમાં ચૂપ કરી દીધો. બીમાર સિંહ કાંઈ શિયાળોથી થોડો ડરી શકે ?

- text

કુંભના મેળામાં ઝંડાધારી ના પ્રચારના ડંકા વાગવા માંડ્યા.પૌરાણિકોમાં હલચલ મચી ગઈ અને તેઓએ પંજાબથી સનાતન ધર્મના બહુરૂપિયા (જેના સિદ્ધાન્તો વિચારો વારંવાર બદલાતા રહ્યા.) એવા શ્રદ્ધાનંદ ફિલ્લોરીને બોલાવ્યા. તેણે જૂના અખાડામાં ધર્મ સભાના મંચ પરથી સ્વામીજી વિરુદ્ધ પ્રવચનો કરવાં માંડ્યાં.શ્રદ્ધારામ જાણતા હતા કે સ્વામીજીને જીતી શકાય તેમ નથી. જેથી સ્વામીજીને પોતાના સ્થાનમાં શાસ્ત્રાર્થના નામે બોલાવીને મારપીટ કરી તેમની જીવનલીલા ખતમ કરી નાખવા સુધીનું પડ્યુંત્ર રચ્યું. સ્વામીજી તેની મુરાદ જાણી ગયા અને શાસાર્થના નિયમો તથા મધ્યસ્થી તરીકે કાશીથી સ્વામી વિશુદ્ધાનંદ કુંભમેળામાં આવેલા તેમનું નામ સૂચવ્યું. પરંતુ ફિલ્લોરીએ તેનો સ્વીકાર ન કર્યો. સ્વામી વિશુદ્ધાનંદને જાણ થતાં તેમણે સ્વામીજીને પત્ર દ્વારા સ્પષ્ટ કહ્યું કે, ‘ધૂર્ત શ્રદ્ધારામ આપના શરીરને હાનિ પહોંચાડશે માટે તેના સ્થાન પર જશો નહિ.” આથી શ્રદ્ધા૨ામ ફિલ્લોરીની કપટલીલાનો ભંડો ફૂટી ગયો. પ્રસિદ્ધ ‘જય જગદીશ હરે’ની આરતીનો રચયિતા આ પં. ફિલ્લોરી બહુરૂપિયો હતો. પંજાબમાં પૌરાણિકોનો નેતા, અનેક ચેલા—ચેલીઓનો ગુરુ તથા ઈસાઈઓથી પૈસા લઈને તેના સમર્થનમાં એક પુસ્તક લખી આપ્યું હતું. તેમાં – ઈસા મેરા રામ રમૈયા, ઈસા મેરા કૃષ્ણ કનૈયા; મુખ સે ઈસા ઈસા બોલ; તેરા ક્યા સે લગેગા મોલ. એવાં ગુણગાન ગાયાં હતાં અને ‘‘સત્યામૃત પ્રવાહ’’ નામનું પુસ્તક લખીને પોતે નાસ્તિક હોવાનું જાહેર કર્યું હતું. આ હતો ‘શ્રદ્ધા’ ભક્તિ બઢાવોની અંતિમ પંક્તિમાં જય જગદીશ હરેની આરતીનો રચિયતા બહુરૂપિયો શ્રધ્ધારામ શર્મા.

સં. ૧૯૩૫ ચૈત્ર વદ ૮, સોમવાર (૧૪ એપ્રિલ, ૧૮૭૯)ના માર પડી ગય સ્વામીજી સ્વાસ્થ્ય પ્રાપ્તિ માટે વિશ્રામના વિચારથી દહેરાદૂન આવ્યા. પરંતુ સત્સંગ કર્યું. માટે આવતા લોકોને ઉપદેશ આપતા રહ્યા અને ત્યારબાદ પ્રવચનોનો પ્રારંભ કર્યો. તેમાં બાઇબલ, કુરાન અને બ્રહ્મસમાજની આલોચના કરી. સ્વામી દયાનંદે જોયું કે ઈસાઈ અને મુસલમાનોના પ્રચારકોના ઝુંડ આર્યોને ધર્મભ્રષ્ટ કરી રહ્યાં છે. બીજી બાજુ શુદ્ધતાના ભારથી ભ્રમિત થયેલા ખોખરા ભેજાના પંડિતો વિધર્મીઓને ફરી આર્યજાતિમાં પ્રવેશ આપવાનો વિરોધ કરી રહ્યા હતા. તે સમયે સ્વામીજીએ વિધર્મીઓ માટે આર્યજાતિનાં દ્વાર ખોલી નાખ્યાં અને દહેરાદૂનમાં શુક્રિયજ્ઞનો પ્રારંભ કર્યો. તેમાં પ્રથમ આવૃત બન્યો મોહમદ ઉમર. સ્વામીજીએ તેને વૈદિક ધર્મની દીક્ષા આપીને અલખધારી નામ આપ્યું. (આ અલખધારીએ વિદ્વાન બની વૈદિક ધર્મ વિશે ઉર્દૂમાં અનેક પુસ્તકો લખ્યાં. તેના હિન્દી અનુવાદ પણ થયા.) ૧૮૭૯ એપ્રિલ ૨૯ના દહેરાદૂનમાં આર્યસમાજની સ્થાપના કરવામાં આવી. ક્રમશ:

- text