અનુ.જાતિ વિદ્યાર્થીઓને ગુજકેટ, નીટ, જેવી પરીક્ષાની તૈયારી માટે તાલીમ સહાય અપાશે

- text


સહાય મેળવવા ઓનલાઈન અરજી કરવા અનુરોધ

મોરબી : મોરબી જિલ્લાના અનુસૂચિત જાતિ સમાજના વિદ્યાર્થીઓ માટે ગુજકેટ, જેઇઇ, નિટ, સહિતની પરીક્ષાઓ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે સરકારી સહાય મેળવવા ઓનલાઈન અરજી કરવા અનુરોધ કરાયો છે.

મોરબી જિલ્લામાં વર્ષ-૨૦૨૧-૨૨ માટે મેડિકલ, એન્જિનિયરીંગમાં પ્રવેશ માટેની ગુજકેટ, નીટ, જઈઈ, જેવી પરીક્ષાઓની પુર્વ તૈયારી માટે તાલીમ સહાય આપવાની યોજના અને આઈઆઈએમ, નિફ્ટ, સેફ્ટ અને એનએલયુ જેવી કેન્દ્રિયકૃત સંસ્થાઓમાં પ્રવેશ માટેની પુર્વ પરીક્ષાની તૈયારી માટે તાલીમ સહાય આપવાની યોજના તેમજ રાજ્ય સરકારશ્રી અને કેન્દ્ર સરકારની તમામ સ્પર્ધાત્મક ભરતી પરીક્ષાઓની તૈયારી માટે તાલીમ સહાય આપવાની યોજના અંતર્ગત ઉકત યોજનાઓ હેઠળ તાલીમ સહાય મેળવવા ઈચ્છતા અનુસૂચિ જાતિના વિધાર્થીઓને esamajkalyan.gujarat.gov.in પોર્ટલ પર યોજનાકીય માહિતી મેળવી રજિસ્ટ્રેશન કરી ઓનલાઇન અરજી કરવા માટે જણાવવામાં આવે છે.

- text

સ્પર્ધાત્મક ભરતી પરીક્ષાઓની તૈયારી માટે તાલીમ સહાય યોજનાનો લાભ રાજ્ય કક્ષાએથી નિયમોનુસાર તૈયાર કરેલ મેરિટમાં આવતા વિધાર્થીઓને ફક્ત એક જ વાર મળવાપાત્ર થશે. જેની ખાસ નોંધ લેવા કે.વી.ભરખડા નાયબ નિયામક અનુ. જાતિ કલ્યાણ મોરબીની યાદીમાં જણાવાયું છે.

- text