છેતરપિંડીના ગુનામાં સાડા ત્રણ વર્ષથી વોન્ટેડ આરોપીને પકડી પાડતી મોરબી એલ.સી.બી

- text


 

મોરબી: મોરબી લોકલ ક્રાઇમ બ્રાંચે વિશ્વાસઘાત-છેતરપિંડીના ગુનામાં છેલ્લા સાડા ત્રણેક વર્ષથી વોન્ટેડ આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

- text

પ્રાપ્ત વિગત મુજબ ટંકારા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વિશ્વાસઘાત અને છેતરપિંડીના ગુનામાં છેલ્લા સાડા ત્રણેક વર્ષથી નાસતા ફરતા આરોપી કલ્યાણખાન અકબરખાન પઠાણ (ઉંમર વર્ષ 33) રહે બસંતી કી ઢાણી ઉદાસીયા, તાલુકો. ચોહટન, જિલ્લો. બાડમેર, રાજસ્થાન વાળાને અણીયાળી ટોલનાકા પાસેથી પકડી પાડી ટંકારા પોલીસને સોંપી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text