ટંકારામા ગાળો બોલવા મુદ્દે બે પરિવાર વચ્ચે મારામારી : સામસામી ફરિયાદ

- text


ટંકારા : ટંકારા શહેરના ઉગમણા નાકા વિસ્તારમાં ગાળો બોલવા પ્રશ્ને બે પરિવારો વચ્ચે મારામારી ઝઘડો થતા ટંકારા પોલીસ મથકમાં બન્ને પરિવારોએ સામસામી ફરિયાદ નોંધાવી છે.

ટંકારા પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ રમેશભાઈ પ્રેમજીભાઈ જાદવે સતીષ ઉર્ફે સાગર ગૌતમભાઈ સારેસા, ગૌતમભાઈ કાંતીભાઈ સારેસા અને જયેશ ઉર્ફે જગદીશ ટપુભાઈ જાદવ રહે- ત્રણેય ટંકારા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવાયું હતું કે તેમના ભાભી જતા હતા ત્યારે આરોપીઓ ગાળો બોલી અને રાત્રીના સમયે ફરી આવી હુમલો કરી છરી વડે હુમલો કરી ઇજાઓ પહોંચાડી હતી.આ મામલે ટંકારા પોલીસ આઈપીસી કલમ ૩૨૬,૩૨૪,૩૨૩,૫૦૪,૫૦૬(૨),૧૧૪ તથા જી.પી.એકટ ક.૧૩૫ મુજબ ગુન્હો નોંધ્યો હતો.

- text

જ્યારે સામા પક્ષે સતીષભાઇ ગૌતમભાઇ સારેસાએ આરોપી હરેશ દુદાભાઇ જાદવ, અમીત દિનેશભાઇ જાદવ તથા હક્કો પ્રમજીભાઇ જાદવ રહે- ત્રણેય ટંકારા વિરુદ્ધમાં કૌટુંબિક કાકી સાથે ઝઘડામાં ગાળો બોલવાની ના પાડતા આરોપીઓએ ધોકા વડે માર મારી ઢીકા પાટુ માર્યા અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે તમામ આરોપી વિરુદ્ધ આઈપીસી કલમ ૩૨૩,૫૦૪,૫૦૬(૨),૧૧૪ તથા જી.પી.એકટ ક.૧૩૫ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text