મોરબી જિલ્લાના ખેડૂતો પાક મુલ્યવૃદ્ધિ માટે સહાય મેળવવા આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકશે

- text


મોરબી : રાજ્યના ખેડૂતો પોસ્ટ હાર્વેસ્ટ ટેકનોલોજી અને મેનેજમેન્ટ તરફ વળતા થાય , પ્રોસેસિંગ ના માધ્યમથી તેમની ઉપજનું વધુ મૂલ્ય મેળવતા થાય તે હેતુથી પોસ્ટ હાર્વેસ્ટ યુનિટ સ્થાપવા રાજ્ય સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે.

આ યોજના હેઠળ ધાન્ય પાક માટે (ડાંગર સિવાય) ક્લીનર, ગ્રેડર, ડીસ્ટોનર, કલર મોર્ટર, બેગ ફીલિંગ એન્ડ સીલીંગ મશીન, કઠોળ પાક ક્લીનર, ગ્રેડર, ડીસ્ટોનર, કલર સોર્ટર, બેગ ફીલિંગ એન્ડ સીલીંગ મશીન, પલ્ચરાઈઝર, તેલીબીયા પાક માટે ક્લીનર, ગ્રેડ ડીસ્ટોનર, કલર સોર્ટર, બેગ ફીલિંગ એન્ડ સીલીગ મશીન, ડીહસ્કર ડીકોટીકેટર, મીની ઓઈલ મિલ (૧૦૦-૨૦૦ કી.ગ્રા./કલાક), પેકેજીંગ (ફીલિંગ), મશીનરી, મરી-મસાલા પાક માટે ક્લીનર, ગ્રેડર, ડીસ્ટોનર, કલર સોર્ટર, બેગ ફીલિંગ એન્ડ સીલીંગ મશીન, પલ્ચરાઈઝર, ગ્રાઈન્ડર મસાલા દળવાની ઘંટી, બેગ ફીલિંગ એન્ડ સીલીંગ મશીન જેવા સાધનોની ખરીદી માટે પ્રોસેસિંગ યુનિટના ખર્ચના ૫૦ ટકા અથવા રૂ.૧૦,૦૦ લાખ બે માંથી જે ઓછુ હોય તે સહાય બેંક એન્ડેડ મળવાપાત્ર રહેશે.

- text

આ યોજનાનો લાભ મેળવવા અરજી તા.૨૧/૩ સુધી આઈ ખેડૂત પોર્ટલ (https://ikhedut.gujarat.gov.in) પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. અને પ્રોજેક્ટ રીપોર્ટ સાથે અરજી જીલ્લાના નાયબ ખેતી નિયામકની કચેરીમાં અસલમાં તાત્કાલિક રજુ કરવાની રહેશે વધુ માહિતી માટે નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) ની કચેરી, ૨૩૦, તાલુકા સેવા સદન, લાલ બાગ, સામા કાંઠે, મોરબી નો સંપર્ક કરવા એસ.એ.સિણોજીયા નાયબ ખેતી નિયામક (વિ.) મોરબીની યાદીમાં જણાવેલ છે.

- text