માળીયા નજીક ક્રૂરતા પૂર્વક પશુઓ લઈ જતી બોલેરો ઝડપાઇ ; બે આરોપી પકડાયા

- text


વિશ્વ હિન્દુ પરિષદ અને ગૌસેવકોએ માળીયા પોલીસની મદદથી પશુઓનો જીવ બચાવ્યો

મોરબી : મોરબી જિલ્લામાંથી પશુઓને ક્રૂરતા પૂર્વક બાંધી સિદ્ધપુર તરફ લઈ જવાતા હોવાની હકીકતને આધારે વિશ્વ હિન્દુ પરિષદ અગ્રણી અને ગૌસેવકોએ માળીયા પોલીસની મદદથી ત્રણ પશુઓના જીવ બચાવ્યા હતા. આ મામલે માળીયા પોલીસે બે આરોપીને ઝડપી લઈ પશુ પણે ઘાતકી પણું આચરવા મામલે ગુન્હો નોંધ્યો છે.

મોરબી વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણીઓ અને ગૌરક્ષકોને સચોટ હકીકત મળી હતી કે, મોરબીથી સિધ્ધપુર બોલેરો ગાડી નંબર  GJ- 36- T- 9694માં બાખડી ભેંસોને ક્રૂરતા પૂર્વક બાંધીને સિદ્ધપુર કતલ માટે લઈ જવામાં આવે છે જેને પગલે માળીયા પોલીસને જાણ કરતા પોલીસે વોચ ગોઠવી ઉક્ત ગાડી પકડી પાડી ચંદ્રપુર વાંકાનેરના સુરેશ પદમા પરમાર અને રાજુભાઇ મનુભાઈ ચૌહાણને ઝડપી લઈ પશુઓના જીવ બચાવી આરોપીઓ વિરુદ્ધ પશુ પણે ઘાતકી પ્રત્યે આચરવા સબબ ગુન્હો નોંધવામાં આવ્યો હતો.

- text

આ મામલે મોરબી વિશ્વ હિન્દુ પરિષદ પ્રમુખ કમલેશભાઈ આહિર, વિશ્વ હિન્દુ પરિષદ ગૌરક્ષા જિલ્લા અધ્યક્ષ ચેતનભાઈ ચન્દ્રકાન્તભાઈ પાટડીયા, ગૌરક્ષક પાર્થ મનસુખભાઈ નેસડીયા, મનીષભાઈ કણજારીયા, મિતરાજસિંહ પરમાર, અખિલ ભારતીય નવયુગ સંસ્થાના સંદીપદાન ગઢવી, સુરેન્દ્રનગર જિલ્લાના (SPCA) રઘુભાઈ ભરવાડ, અબોલ જીવોની સંવેદના ન્યૂઝના સેજલભાઈ, મનોજ સી.બારૈયા, સંજયભાઈ પટેલ (હુમન રાઈટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા), મિલન ભાઈ (કડી ) સહિતના આગેવાનોએ માળીયા પીએસઆઇ તથા પોલીસ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.

- text