યુદ્ધ શરૂ : રશિયાએ યુક્રેનના 11 શહેરો ઉપર કર્યો હુમલો

- text


300ના મોત થયાના અહેવાલ : યુક્રેનમાં રાષ્ટ્રીય કટોકટી જાહેર

મોરબી : રશિયાના રાષ્ટ્રપતિએ યુક્રેન સામે યુદ્ધની જાહેરાત કરી છે. યુદ્ધની જાહેરાત કરતાંની સાથે જ રશિયાએ યુક્રેનની રાજધાની કિવ સહિત 11 શહેર પર એકસાથે હુમલો કર્યો છે. યુક્રેનની રાજધાની કિવમાં જોરદાર વિસ્ફોટના અવાજો સંભળાઈ રહ્યા છે. લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યા છે. સામે યુક્રેનના રાષ્ટ્રપતિએ કહ્યું છે કે દરેક હુમલાના જવાબ આપવામાં આવશે. રશિયાને રોકવા માટે આજે EU અને UNમાં મહત્ત્વની બેઠક મળી છે. બીજી તરફ આ હુમલામાં અત્યારે 300 લોકોના મોત થયાના અહેવાલો મળી રહ્યા છે.

યુક્રેનનાં ચાર શહેરમાં મિસાઈલ હુમલા થયા છે. યુક્રેનની રાજધાની કિવ પર ક્રૂઝ અને બેલિસ્ટિક મિસાઇલોથી હુમલા કરવામાં આવ્યા છે. કિવ, ખાર્કિવ સહિત ચાર શહેર પર મિસાઈલ હુમલો કરવામાં આવ્યો છે. બીજી તરફ, રશિયાના રાષ્ટ્રપતિ પુતિને નાટોને પણ ધમકી આપી છે કે જો યુક્રેનને સહયોગ આપશો તો પરિણામ પણ ભોગવવાં પડશે. આ નિવેદન બાદ તરત જ યુક્રેનમાં વિદ્રોહીઓના કબજાવાળા વિસ્તારમાં મોટા વિસ્ફોટ થયાના અહેવાલો છે. અહેવાલો અનુસાર, ક્રમાતોસ્કમાં વિસ્ફોટ થયાના અહેવાલો છે. રશિયન સેના ક્રિમિયા થઈને યુક્રેનમાં ઘૂસી રહી છે. પુતિને આ જાહેરાત UNSCની બેઠક વચ્ચે જ કરી હતી. રશિયા-યુક્રેન તણાવ પર જ આ બેઠક ચાલી રહી છે, હવે રશિયા પર કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લેવામાં આવી શકે છે.

- text

રશિયાએ પોતાના સંબોધનમાં યુક્રેનના સૈનિકોને પણ સંબોધ્યા હતા. તેણે કહ્યું હતું કે તમારા પૂર્વજો નાઝીઓ સાથે લડ્યા હતા. કિવ (યુક્રેનની રાજધાની)ના નાઝીઓના આદેશોનું પાલન ન કરો. તમારાં હથિયારો નીચે મૂકો અને ઘરે જાઓ. જ્યારે પુતિને નાટોને કહ્યું, આ લશ્કરી કાર્યવાહીનું જે પણ પરિણામ આવે, અમે તૈયાર છીએ. અમારા તરફથી તમામ નિર્ણયો લેવામાં આવ્યા છે. પુતિને યુક્રેનિયન સૈન્યને “શસ્ત્રો નીચે” મૂકવાની પણ અપીલ કરી છે. બે લાખથી વધુ રશિયન સૈનિકો સરહદ પર તહેનાત છે.

- text