સૌના ઘરે  સમૂહ લગ્ન : મોરબીમાં સમૂહલગ્ન નવી પદ્ધતિથી યોજાશે

- text


વરિયા પ્રજાપતિ સમાજ મોરબી અને થાન દ્વારા નવતર અભિગમ સાથે ઘરઆંગણે જ દીકરીના લગ્ન કરાવી આપશે

મોરબી : છેલ્લા બે વર્ષના કોરોના કાળમાં કોરોનાનું રૂપ સતત બદલતું ગયું છે. તેથી જાહેર કાર્યક્રમો અને ખાસ કરીને દરેક સમાજ દ્વારા યોજતા સમૂહલગ્નના આયોજનમાં વિઘ્ન આવ્યું છે. પણ મોરબીના વરિયા પ્રજાપતિ સમાજે એનો રસ્તો કાઢ્યો છે.  કોરોનાની સરકારની ગાઈડલાઈનના અમલ માટે વરિયા પ્રજાપતિ સમાજ દ્વારા સૌના ઘેર સમૂહ લગ્ન નામના અનોખા સમહુલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વરિયા પ્રજાપતિ સમાજ મોરબી અને થાન દ્વારા નવતર અભિગમ સાથે ઘરઆંગણે જ દીકરીના લગ્ન કરાવી આપશે.

કોરોના કાળમાં તમામ પ્રસંગોની પથારી ફરી ગઈ છે. ખાસ કરીને લગ્ન પ્રસંગોમાં લોકોની હાજરીમાં લાગેલી પાંબધીને કારણે મોટામોટા અયોજનો રદ થયા છે. જેમાં સમહુલગ્નને પણ બ્રેક લાગી હોય પણ મોરબી અને થાનના વરિયા પ્રજાપતિ સમાજે આફતને અવસરમાં પલટયો છે. લોકોની હાજરી પણ જળવાઈ રહે એ માટે સોના ઘરે સમૂહલગ્ન યોજવાની નવતર પહેલ કરી છે.જેમાં દરેક દીકરીઓના ઘરે જ લગ્નનું આયોજન કરવામાં આવે છે. છેલ્લા 35 થી સમાજના સામાન્ય લોકોના સંતાનો માટે સમૂહલગ્નનું આયોજન કરતા મોરબી અને થાનના પ્રજાપતિ સમાજ દ્વારા કોરોના કાળના છેલ્લા બે વર્ષથી આ અનોખા સમહુલગ્ન યોજાઈ છે.

- text

મોરબી અને થાનમાં વરિયા પ્રજાપતિ સમાજ દ્વારા આ વખતે પણ સોના ઘરે સમૂહલગ્નનું આયોજન થયું છે. જેમાં સામાન્ય પરિવારોને એવી ઈચ્છા હોય છે કે તેમની દીકરી તેમના ઘરેથી પરણીને સાસરે જાય. એ ઈચ્છાને માન આપીને સમાજ દ્વારા દરેક દીકરીના ઘરે જ લગ્ન યોજાશે.આથી મોરબીમાં 27 અને થાનમાં 16 મળી 43  દિકરીઓના ઘરે સમૂહલગ્ન યોજાશે. મોરબી વરિયા પ્રજાપતિ સમૂહલગ્ન સમિતિના પ્રમુખ ગોકળભાઈ ભોરણીયા, પ્રવીણભાઈ વારનેશિયા, નાથાભાઈ સવાડિયા સહિતના દ્વારા 80 જેટલી વસ્તુઓ કરીયાવરરૂપે અપાશે તેમજ થાનમાં વરિયા પ્રજાપતિ સમૂહલગ્ન સમિતિના  કિરીટભાઈ મહીંજડિયા, ઘનજીભાઈ વારનેશિયા, અમિતભાઇ અંદોદરિયા સહિતના હસ્તે દીકરીઓને 68 જેટલી વસ્તુઓ ભેટમાં અપાશે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text