હળવદમાં ટ્રાફિક સમસ્યા નિવારવા પોલીસ, પાલિકા અને વેપારી મહામંડળની બેઠક યોજાઇ

- text


 

આવતા દિવસોમાં શહેરના મુખ્ય રસ્તા ઉપર સીસીટીવી કેમેરા ગોઠવાશે

હળવદ : હળવદ શહેરમાં દિવસેને દિવસે ટ્રાફિકની સમસ્યા લોકો માટે માથાનો દુખાવો બની રહી છે ત્યારે બીજી તરફ શહેરના મુખ્ય રસ્તા ઉપર સીસીટીવી કેમેરા તો છે પરંતુ બંધ હોવાથી આજે પાલિકા પ્રમુખ, હળવદ વેપારી મહામંડળના પ્રમુખ અને પોલીસ મથકના નવનિયુક્ત પી.આઈ ની સંયુક્ત બેઠક યોજાઇ હતી.

હળવદ શહેરમાં ગ્રામ્ય વિસ્તારના લોકો પણ મોટા ભાગની ખરીદી કરવા માટે આવતા હોય છે જેના કારણે વાહનચાલકો મન ફાવે ત્યાં વાહન પાર્કિંગ કરી દેતા હોવાથી ટ્રાફિકની સમસ્યા એક મોટો પ્રશ્ન બની ગયો છે. સાથે જ હળવદ શહેરના મુખ્ય રસ્તાઓ પર વર્ષો પહેલા સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હતા જોકે તેમાંથી મોટાભાગના તો તૂટી ગયા છે. અને જે બચ્યા છે તે પણ બંધ હાલતમાં છે.

- text

જેથી શહેરમાં ટ્રાફિકની સમસ્યા દૂર કરવામાં આવે અને શહેરના મુખ્ય રસ્તાઓ પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવે તેમ સહિતના પ્રશ્નોને લઇ આજે હળવદ પોલીસ મથકે પાલિકા પ્રમુખ રમેશભાઇ પારેઝીયા,હળવદ પીઆઇ કે.જે માથુકિયા તેમજ વેપારી મહામંડળના પ્રમુખ વિનોદભાઇ પટેલ,ઉપપ્રમુખ ભીખાલાલ સંઘાણી સહિતનાઓની બેઠક યોજાઇ હતી. જેમાં પોલીસ પાલિકા અને વેપારીઓ એકબીજા સાથે સહકારમાં રહી શહેરની ટ્રાફિક સમસ્યા દૂર કરશે.

વધુમાં પાલિકા પ્રમુખ રમેશભાઇએ જણાવ્યું હતું કે શહેરના મુખ્ય રસ્તાઓ પર પાલિકા અને વેપારીઓના સહયોગથી સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે તેમજ રસ્તાઓ પર વાહન પાર્કિંગ માટે નાં પટા મારવામાં આવશે જેથી લોકોમાં પણ ટ્રાફિક પ્રશ્ને જાગૃતિ આવે તેવા પ્રયત્નો કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

- text