બ્રાહ્મણી નદીમાં મોરબી ખાણ ખનીજના દરોડા: હિટાચી અને હોડકુ ઝડપાયું

- text


 

રેત માફિયાઓનો ૩૪ લાખનો મુદ્દામાલ સીઝ કરી હળવદ પોલીસને સોંપાયો

હળવદ: રેતી માફિયાઓ માટે સ્વર્ગ સમી હળવદની બ્રાહ્મણી નદીમાં આજે બપોરના ટીકર નજીક રેતી ચોરી કરતા હિટાચી મશીન અને એક હુડકાને મોરબી ખાણ ખનીજની ટીમે ઝડપી લીધા હતા. ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા રૂપિયા ૩૪ લાખનો મુદ્દામાલ સીઝ કરી હળવદ પોલીસ મથકે સોંપી આપી અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.

આજે બપોરના સમયે હળવદ તાલુકાના ટીકર રણ નજીકથી પસાર થતી બ્રાહ્મણી નદીમાં રેતી ચોરી કરતા શખ્સો ઉપર મોરબી ખાણ ખનીજ વિભાગ ત્રાટક્યું હતું.જેથી રેત માફિયાઓ વાહનોને રેઢા મૂકી મુઠીયુ વાળી ભીગી છુટ્યા હતા. આ કાર્યવાહીમાં જિલ્લા ખાણ ખનીજની ટીમ દ્વારા એક હિટાચી મશીન અને એક હુડકા મશીનને ઝડપી લેવાયું હતું. જેની અંદાજે કિંમત રૂપિયા ૩૪ લાખ અંકાઈ છે.

- text

વધુમાં ઝડપાયેલ હિટાચી અને હોડકા મશીનને હળવદ પોલીસ મથકે લઇ આવી સીઝ કરી દેવાયા છે સાથે જ આ હિટાચી અને હુડકા મશીનના માલિક વિરુદ્ધ કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહીમાં મોરબી ખાણ ખનીજના અધિકારી સી.એમ પરમારના માર્ગદર્શન હેઠળ ગોપાલભાઈ ચંદારાણા સહિતનાઓએ કરી હતી.

- text