પિતાની છત્રછાયા ગુમાવનાર કિશોરીને કાકાએ માર મારતા ફરિયાદ

- text


જેતપુર રહેતી માતાએ દિયર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી

મોરબી : પિતાના અવસાન બાદ કાકા સાથે શનાળા બાયપાસ ખાતે રહેતી કિશોરીને કાકાએ માર મારતા આ મામલે અમરેલીના ભાયાણી બગસરા ગામે રહેતા કિશોરીની માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ પિતાના અવસાન બાદ મોરબીના ગોકુળનગર શનાળા બાયપાસ ઉપર કાકા નરેશભાઈ બાબુભાઈ વાઘેલા સાથે રહેતી કિશોરીને કાકા અવાર નવાર માર મારતા અમરેલીના ભાયાણી બગસરા હુડકો કોલોનીમાં રહેતા કિશોરીના માતા મધુબેન વિનુભાઈ વાઘેલાએ સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં આરોપી એવા દિયર
નરેશભાઈ બાબુભાઈ વાઘેલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

- text

વધુમાં મધુબેન વિનુભાઈ વાઘેલાએ ફરિયાદમાં જણાવ્યું છે કે પોતાના પતિના અવસાન બાદ પોતે અન્ય પુરુષ સાથે રહે છે અને તેમના બાળકો તેમના દિયર સાથે રહેતા હોય આરોપી નરેશભાઈએ તેમની 13 વર્ષની દીકરીને ઢીકાપાટુથી શરીરે મુંઢ માર મારી ડાબા કાનમા સામાન્ય ઈજાઓ કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી નરેશ વાઘેલા વિરુદ્ધ આઈપીસી કલમ ૩૨૩,૫૦૪,૫૦૬(૨), મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text