હળવદ તાલુકામાં કાલથી સરપંચો ચાર્જ સંભાળશે : ઉપ સરપંચની વરણી કરાશે

- text


તા. 19થી 23 દરમિયાન સરપંચો સતાના સૂત્રો સંભાળશે : ઉપ સરપંચ બનવા માટે એડી ચોટીનું જોર લગાવતા વગદારો.!

હળવદ: હળવદ તાલુકાની 62 ગ્રામ પંચાયતમાં આવતીકાલે એટલેકે ૧૯થી ૨૩મી દરમિયાન નવા ચૂંટાયેલા સરપંચ ચાર્જ સંભાળશે સાથે જ ઉપસરપંચની વરણી પણ કરવામાં આવશે જો કે ઉપ સરપંચ બનવા માટે અત્યારથી જ ભારે ખેંચતાણ જોવા મળી રહી છે.

તાજેતરમાં જ યોજાયેલ ગ્રામ પંચાયતની ચૂંટણીમા વિજેતા થયેલ સરપંચ અને સભ્યોની પ્રથમ બેઠક મળશે આ બેઠકમાં ચૂંટાયેલા નવા સરપંચ ચાર્જ સંભાળશે તેમ જ ઉપસરપંચની વરણી કરવામાં આવશે. આ સાથે જ ગામના વિકાસના કામો ને વેગવંતા બનાવવામાં આવશે.

જાણો કયા ગામના સરપંચ ક્યારે સંભાળશે ચાર્જ:કોણ બનશે ઉપ સરપંચ..?

તા-19/1/2022
ઈંગોરાળા,કવાડિયા,કેદારીયા,ઘણાંદ,ખોડ,ઘનશ્યામનગર,ઘનશ્યામપુર,ધનાળા,ચરાડવા,જુના દેવળીયા,જુના અમરાપર,ટીકર(રણ)નવા માલણીયાદ,મયુરનગર,માથક, માલણીયાદ,મેરુપર,શિરોઈ,વાંકીયા,સાપકડા,સુસવાવ,સુંદરી ભવાની,ઘણાદ

તા-20/1/2022
અજીતગઢ,ખેતરડી,ગોલાસણ, જોગડ,નવા અમરાપર,નવા ઘાટીલા,નવા દેવળિયા,પ્રતાપગઢ, ભલગામડા,મિયાણી,રણજીતગઢ, રાતાભેર,રાયસંગપુર,સમલી,સુખપર,સુરવદર,સુંદરગઢ,દીઘડીયા,બુટવડા

- text

તા-22/1/2022
કડીયાણા,કોયબા,ચંદ્રગઢ,ચાડધ્રાં, ડુંગરપુર,ચીત્રોડી,ઢવાણા,દેવીપુર, નવા ઘનશ્યામગઢ,પલાસણ, પાંડાતીરથ,મયાપુર,માણેકવાડા, માનગઢ,માનસર,રણમલપુર, રાણેકપર,રાયધ્રા,સરંભડા, કીડી,

તા-23/1/2022
ચુપણી

ઉપ સરપંચ પદમાં ટાઈ પડે તો ચીઠ્ઠી ઉછાળામાં આવશે

62ગ્રામ પંચાયત પૈકીની ઘણી બધી ગ્રામ પંચાયતો એવી છે કે જ્યાં ચૂંટાયેલા સરપંચની પેનલમાં અને સામે સરપંચ પદે હારી ગયેલા ની પેનલમાં સરખા-સરખા સભ્યોનું સંખ્યાબળ છે. આવી પરિસ્થિતિ વચ્ચે ઉપ સરપંચપદ માટે ચૂંટણી યોજાશે જોકે 15 જેટલી ગ્રામ પંચાયતમાં ઉપસરપંચ પદ માટે ટાઈ પડે તેવી સ્થિતિ છે. આ સંજોગોમાં હાજર રહેલા અધિકારીઓ ચીઠ્ઠી ઉછાળી ઉપસરપંચ નક્કી કરશે તેવું પણ જાણવા મળ્યુ છે. સાથે જ કેટલી ગ્રામ પંચાયતોમાં ઉપ સરપંચ પદ મેળવવા એક-બીજી પેનલ વોર્ડના સભ્યોને તોડવાના પણ પ્રયત્નો કરવામાં આવી રહ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે.

- text