બ્રેઇન ટ્યુમરનું ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડતા મોરબીના તબીબ

- text


અંજારના દર્દીનું દૂરબીન એન્ડોસ્કોપથી સર્જરી કરી પિચ્યુટરી ગ્રંથિની ગાંઠ દૂર કરી

મોરબી : તબીબી જગતમાં મગજનું ઓપરેશન સૌથી વધુ જટિલ ગણાય છે. ત્યારે મોરબીના તબીબે બ્રેઇન ટ્યુમરનું ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડ્યું હતું અને અંજારના દર્દીનું દૂરબીન એન્ડોસ્કોપથી સર્જરી કરી પિચ્યુટરી ગ્રંથિની ગાંઠ દૂર કરી તેમને નવજીવન આપ્યું છે.

મોરબીની ઓમ કાન નાક ગળાની હોસ્પિટલના ડોક્ટર હિતેશ પટેલે જણાવ્યું હતું કે, સુરેન્દ્રનગર, જામનગર, કચ્છમાં સૌ પ્રથમ વખત પિચ્યુટરી ગ્રંથિની ગાંઠ બ્રેઇન ટ્યુમરનું ઓપરેશન નાક દ્વારા દૂરબીન-એન્ડોસ્કોપથી કરવામાં આવ્યું હતું. પિચ્યુટરી ગ્રંથિ જે મગજના નીચેના ભાગમાં આવેલી હોય છે. તે ગ્રંથિ અને મગજનો ભાગ નાકમાંથી દૂરબીન વડે અંદર જઈને ગ્રંથિ ખોલી અને તેમાંથી ગાંઠ કાઢવામાં આવી હતી.

- text

આ જટિલ ઓપરેશન મોરબીના ડો. હિતેશ પટેલ, ડો.મિલન મકવાણા (ન્યુરો સર્જન આયુષ હોસ્પિટલ), ડો. પ્રેયસ પંડ્યા (શિવમ કાન નાક ગળાની હોસ્પિટલ)ની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. દર્દી કચ્છ જિલ્લાના અંજારના છે. દર્દીનું નામ નરેશકુમાર તુરી છે અને દર્દીએ પોતાનું ઓપરેશન બહાર ક્યાંય ચેકો મૂક્યા વગર કે ઉપરથી મગજ ખોલ્યા વગર દૂરબીનથી કરી આપવા બદલ ત્રણેય ડોક્ટરની ટીમને અભિનંદન આપ્યા હતા.

- text