વાંકાનેરના રાજખીજડિયા ગામે લગ્નપ્રસંગે ભીડ એકત્રિત થતા પોલીસ ત્રાટકી

- text


કોરોના ગાઈડલાઈન ભંગ સબબ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ હેઠળ ગુન્હો નોંધાયો

 

વાંકાનેર : કોરોના મહામારીને કારણે લગ્ન પ્રસંગે પૂર્વ મંજૂરી લેવી ફરજીયાત હોવા છતાં વાંકાનેરના રાજ ખીજડિયા ગામે નોંધણી વગર જ દીકરીનો લગ્નપ્રસંગ યોજી ભીડ એકત્રિત કરવામાં આવતા પોલીસે પિતા વિરુદ્ધ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ અને કોવિડ જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી હાથ ધરી હતી.

 

વૈશ્વિક મહામારી કોરોનાની ત્રીજી લહેર જેવી સ્થિતિમાં કેન્દ્ર સરકારની ગાઈડ લાઇન મુજબ હાલમાં કોવિડ ગાઈડલાઈન મુજબ લગ્નપ્રસંગ યોજવા ઓનલાઈન નોંધણી ફરજીયાત હોવાની સાથે 150 લોકોને જ છૂટ હોવા છતાં વાંકાનેરના રાજ ખીજડિયા ગામે હુશેનભાઇ અલીભાઇ શેરસીયાએ પોતાની દીકરીના લગ્નપ્રસંગે આવી કોઈ ઓનલાઇન નોંધણી ન કરાવી લોકોની ભીડ એકત્રિત કરતા વાંકાનેર તાલુકા પોલીસ દોડી હતી.

- text

 

વધુમાં વાંકાનેર તાલુકા પોલીસે ઓનલાઈન પોર્ટલ ઉપર નોંધણી વગર લગ્નપ્રસંગ યોજતા હુશેનભાઇ અલીભાઇ શેરસીયા વિરુદ્ધ આઈપીસી કલમ ૧૮૮,૨૬૯, તથા ડીજાસ્ટર મેનેજમેન્ટ એકટ ની કલમ ૫૧(એ) મુજબ ગુન્હો નોંધી માસ્ક પહેરયા વગર કે સેનેટાઇઝર ની કોઇ જાત ની વ્યવસ્થા કર્યા વગર લગ્ન પ્રસંગમાં માણસોની ભીડ એકત્રીત કરી સોસ્યલ ડીસ્ટન્સ ન જાળવી કોરોના સંક્રમણ ફેલાઇ તેવુ બેદરકારી ભર્યુ કૃત્ય કરવા સબબ કાર્યવાહી હાથ ધરી લોકોને કોવિડ ગાઈડ લાઈનનું પાલન કરવા કડક સંદેશ આપ્યો છે.

- text