કેન્સરની બીમારીથી કંટાળી પરિણીતાએ ઝાડમાં ગળેફાંસો ખાધો

- text


મોરબીના ધુનડા રોડ ઉપર અરેરાટી ભરી ઘટના

મોરબી : મોરબીના ધુનડા રોડ ઉપર માધવ ગૌશાળા નજીક કેન્સરની બીમારીથી કંટાળી પરિણીતાએ ઝાડમાં પ્લાસ્ટિકની દોરી બાંધી ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લેતા અરેરાટી વ્યાપી જવા પામી છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના ધુનડા રોડ ઉપર ફલોરા એપાર્ટમેન્ટમાં રહેતા ધરતીબેન નીલેશભાઇ માકાસણા, ઉ.40 નામના પરિણીતાએ કેન્સરની બીમારીથી કંટાળી જઈ ઘર નજીક આવેલ માધવ ગૌશાળા સામે ખુલ્લા પ્લોટમાં બાવળના ઝાડમાં પ્લાસ્ટિકની દોરી બાંધી ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું.

- text

બનાવ અંગે મોરબી સિટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી વધુ તપાસ શરૂ કરી છે.

- text