મોરબીના હાઈરાઈઝ બિલ્ડીંગને પહોંચી વળે તેવા સાધનો વસાવવા હ્યુમન રાઇટ્સ એસો.નું ફાયરબ્રિગેડને સૂચન

- text


મોરબી : ફાયર બ્રિગેડ વ્યવસ્થા માટેના સૂચનો મંગાવવામાં આવ્યા હતા.જેમાં ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરીએ સૂચનો આપ્યા છે.સૂચનો યોગ્ય લાગે તો અમલ કરવા માટે અપીલ કરી છે.

- text

ફાયર બ્રિગેડ માટેના સૂચનો મંગાવવામાં આવેલ હતા.જેમાં ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરીએ અમુક સુચનો મોકલ્યા હતા.જે યોગ્ય લાગે તો અમલમાં મુકવા અપીલ કરી છે.જેમાં શહેરના જુદા જુદા વિસ્તારમાં ફાયર સ્ટેશનો ન હોય તેવા વિસ્તારોમાં ફાયર સ્ટેશન બનવવા,શહેરમાં જે સૌથી ઊંચા બિલ્ડીંગને પહોચી વળે તેવા સાધનો વસાવવા,નવા થતા બાંધકામમાં ફાયર પ્રોટેક્શનના સાધનો વસાવવા ફરજીયાત કરવા,નવી મંજુરીઓ આપતા પહેલા જેટલા સાધનો સરકાર કે નગરપાલિકા પાસે હોય તેની કેપેસિટીને ધ્યાને રાખીને મંજુરીઓ આપવી,ગેરકાયદેસર થતા બાંધકામો કે મંજુરી વગરના બાંધકામો થતા અટકાવવા,સ્કૂલોમાં ખાસ કરીને ફાયર સેફટી માટેના સાધનો ફરજીયાત કરવા,જાહેર બિલ્ડીંગોમાં પણ ફાયર સેફટી માટેના સાધનો મુકાવવા,ફાયર બ્રિગેડમાં ટ્રેઈન્ડન સ્ટાફની ભરતીઓ કરવી,સમયાન્તરે ટીમ દ્વારા ફાયર સેફટીની સાધનોની ચકાસણી કરતી રહેવી,જેમ નવી નવી ટેકનોલોજી આવતી જાય તેમ સાધનો અપડેટ કરતા રહેવું વગેરે સૂચનો યોગ્ય લાગે તો અમલમાં લેવા જણાવેલ છે.

- text