મોરબી સેન્ટમેરી શાળાનો વિદ્યાર્થી કોરોના પોઝિટિવ : શાળા 11મી સુધી બંધ

- text


ખાનગીમાં ટેસ્ટ કરાવ્યો હોય આરોગ્ય વિભાગ સુધી માહિતી ન પહોંચી : શિક્ષણવિભાગને જાણ થતા શાળામાં ઓફલાઈન શૈક્ષણીક કાર્ય બંધ

મોરબી : મોરબીની એક પછી એક શાળામાં કોરોના વાયરસની એન્ટ્રી થઇ રહી છે ત્યારે ગઈકાલે અહીંના નવલખી રોડ ઉપર આવેલી સેન્ટમેરી સ્કૂલમાં ધોરણ 10માં ભણતો વિદ્યાર્થી કોરોના સંક્રમિત થતા શાળામાં આગામી 11 જાન્યુઆરી સુધી શૈક્ષણિક કાર્ય સ્થગિત કરી દેવામાં આવ્યું છે. જો કે, સેન્ટમેરી સ્કૂલમાં વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવ્યો હોવાની જાણ આરોગ્ય વિભાગને થઇ નથી પરંતુ શાળા દ્વારા શિક્ષણ વિભાગને જાણ કરાતા તકેદારીના પગલાં રૂપે ઓફલાઈન શિક્ષણ બંધ કરાવાયું છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના નવલખી રોડ ઉપર આવેલી સેન્ટમેરી સ્કૂલનો ધોરણ 10માં અભ્યાસ કરતો વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવતા શાળા દ્વારા શિક્ષણ વિભાગને જાણ કરી ગઈકાલથી આગામી તા.11 જાન્યુઆરી સુધી શાળામાં ઓફલાઈન શિક્ષણ બંધ કરી દેવામાં આવ્યું છે. બીજી તરફ સેન્ટમેરી શાળાનો વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવ્યો હોવાની સત્તાવાર જાણકારી હજુ સુધી આરોગ્ય વિભાગ પાસે પહોચી ન હોવાનું બહાર આવ્યું છે.

- text

ઉલ્લેખનીય છે કે, સેન્ટમેરી સ્કૂલનો કોરોના પોઝિટિવ આવેલ સ્ટુડન્ટ છેલ્લા ચારેક દિવસથી શાળાએ ન આવ્યો હોવાનું અને ખાનગીમાં કોરોના ટેસ્ટ કરાવ્યો હોય ખાનગી લેબોરેટરી દ્વારા આરોગ્ય વિભાગને હજુ જાણ જ ન કરી હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે ત્યારે ખાનગીમાં થતા કોરોના ટેસ્ટ મામલે પણ દૈનિક માહિતી આરોગ્ય વિભાગને આપવામાં આવે તો તકેદારીના પગલાં લેવામાં અને લોકો સુધી માહિતી પહોંચતી કરવામાં સુગમતા રહે તેમ હોવાનું મનાઈ રહ્યું છે.

 


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text