મોરબીની દીકરીનું નવું સાહસ, લોકોના હસતા ચહેરા કેમેરે કંડારશે શહેરની પ્રથમ લેડી ફોટોગ્રાફર

- text


બન્ની સ્માઈલ ફોટોગ્રાફીનો આજથી શુભારંભ, ન્યુ બોર્ન બેબી, કિડ્ઝ, મેટરનિટી અને ફેમેલી પોર્ટરેઇટ્સ ફોટોગ્રાફી સર્વિસ મળશે

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓએ ફોટોગ્રાફર તો ઘણા જોયા હશે. પણ ક્યારેય સ્ત્રીને પ્રોફેશનલ ફોટોગ્રાફી કરતા નહિ જોઈ હોય. ત્યારે મોરબીની દીકરી વૈશાલીબેન દેત્રોજા નવો ચીલો ચાતરીને પોતાના શોખને વ્યવસાય બનાવી શહેરની પ્રથમ પ્રોફેશનલ લેડી ફોટોગ્રાફર બની છે.

મોરબીના રવાપર રોડ ઉપર ઇન્ડિયન સલૂનની સામે ન્યુ ડીલાઈટ ટેઇલરની ઉપર ફર્સ્ટ ફ્લોર પર બન્ની સ્માઈલ ફોટોગ્રાફીનો આજથી શુભારંભ થયો છે. અહીંની ખાસ વાત એ છે કે આ સ્ટુડિયોના માલિક વૈશાલીબેન છે. જે શહેરના ફર્સ્ટ પ્રોફેશનલ લેડી ફોટોગ્રાફર છે. તેઓની ક્લિક ખરેખર ક્ષણને ખૂબ આકર્ષક રીતે જીવનભરનું સંભારણું બનાવી દયે તેવી છે.

બન્ની સ્માઈલ ફોટોગ્રાફી સ્ટુડિયોના શુભારંભ પ્રસંગે તેઓ જણાવે છે કે તેઓને ફોટોગ્રાફીનો શોખ હતો. પહેલા માત્ર શોખ ખાતર ફોટોગ્રાફી કરતા હતા. ફોટોગ્રાફી પ્રત્યે રહેલા અપાર વળગણને કારણે તેઓએ આ શોખને વ્યવસાયમાં પરિવર્તિત કર્યો છે. જેથી આજે તેઓએ સ્ટુડિયો શરૂ કરવાનું સાહસ કર્યું છે. તેઓ અહીંથી બોર્ન બેબી, કિડ્ઝ, મેટરનિટી અને ફેમેલી પોર્ટરેઇટ્સ ફોટોગ્રાફીની સર્વિસ પ્રોવાઇડ કરશે. અંતમાં તેઓ જણાવે છે કે ” હું શહેરની પ્રથમ લેડી ફોટોગ્રાફર બની છું. મને આશા છે કે શહેરીજનો મારા આ સાહસને જરૂરથી સહયોગ આપશે.”

- text

ફોટોગ્રાફી માટે અથવા વધુ વિગત માટે સંપર્ક કરો વૈશાલીબેન મો.નં. 8488980804

- text