મોરબીમાં કૌટુંબિક દિયર-દેરાણીના ત્રાસથી માતા – પુત્રીએ અગ્નિસ્નાન કર્યાનું ખુલ્યું

- text


 

બન્ને હાલ રાજકોટ સારવાર હેઠળ, જેઠાણીની ફરિયાદના આધારે કૌટુંબિક દિયર-દેરાણી સામે નોંધાયો ગુન્હો

મોરબી : મોરબી નજીક આવેલા મહેન્દ્રનગર ગામે કૌટુંબિક દિયર-દેરાણીના ત્રાસથી જેઠાણી અને તેના પુત્રીએ આજે સવારે અગ્નિસ્નાન કરી લેતા બન્નેને સારવાર અર્થે રાજકોટ ખસેડાયા છે.જેમાં રાજકોટ સારવાર હેઠળ રહેલા જેઠાણીએ ફરિયાદ નોંધાવી છે કે,જેઠાણીની પુત્રીના દેરાણીના ભાઈ સાથે લગ્ન કરવાની ના પાડતા કૌટુંબિક દિયર-દેરાણીના ત્રાસથી આ પગલું ભર્યું છે. આથી પોલીસે બન્ને આરોપી પતિ પત્ની સામે મરવા મજબુર સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતા રેખાબેન ધીરુભાઈ કવૈયા (ઉ.વ.52) અને તેમની યુવાન વયની પુત્રી બંસીબેન ધીરુભાઈ કવૈયા (ઉ.વ.22) એ આજે સવારે પોતાના ઘરે અગ્નિસ્નાન કરી લીધું હતું. બન્ને માતા પુત્રીએ શરીરે કેરોસીન છાંટી જાત જલાવતા ગંભીર રીતે દાઝી જવાથી બન્નેને પ્રથમ મોરબીની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાંથી વધુ સારવાર અર્થે બન્ને માતા પુત્રીને રાજકોટ ખસેડાયા છે.

- text

હોસ્પિટલના બિછાનેથી પોતાની જાત જલાવનાર રેખાબેને પોલીસ સમક્ષ નિવેદન આપતા જણાવ્યું હતું કે માળીયાના મોટા ભેલા ગામે રહેતા તેમના કૌટુંબિક દિયર અમુભાઇ રતીલાલ કવૈયા તથા તેના પત્નિ પ્રવીણાબેન અમુભાઇ કવૈયા સાત વર્ષ પહેલા તેના ભાઇના લગ્ન મારી દિકરી બંસી સાથે કરાવવા માટે આવેલા પરંતુ અમોએ બંસીના લગ્ન તેના ભાઇ સાથે કરવાની ના પાડી દિધેલ હોય જે બાબતનું મનદુખ રાખી ફોનમાં બોલાચાલી કરી ઝગડો કરી માનસીક ત્રાસ આપતા હતા અને પ્રસંગો પાત પણ આ બંને અમોને મળતા ત્યારે પણ આ બાબતે મેણા ટોણા મારી માનસીક ત્રાસ આપતા હતા અને મેલી વિદ્યા કરી અમોને હેરાન કરતા હોય આ બન્ને પતિ પત્નીના માનસીક ત્રાસથી અને મેણા ટોણાથી અમો મા-દિકરી કંટાળી ગયેલ હોય જેથી અમો બન્નેએ મરવાનું નક્કી કરી લીધું હોવાનું પોલીસ સમક્ષ જણાવ્યું હતું.

હાલ રાજકોટ સારવાર હેઠળ રહેલા રેખાબેન ધીરુભાઈ કવૈયાના આ નિવેદન પરથી પોલીસે તેમની કૌટુંબિક દેરાણી પ્રવીણાબેન અમુભાઈ કવૈયા અને દિયર અમુભાઈ રતિલાલ કવૈયા સામે મરવા મજબુર અને શારીરિક માનસિક ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text