મોરબીમાં એક બાટલી સાથે ઝડપાયેલા યુવાનના ઘરમાંથી શરાબની મોંઘીદાટ 22 બોટલ ઝડપાઇ

- text


સિટી એ ડિવિઝન પોલીસે એન્ટિકવીટી બ્લ્યુ, સિગ્નેચર અને બ્લેન્ડર્સ પ્રાઇડની રૂ.18,430ની મદિરા કબ્જે કરી

મોરબી : મોરબી સિટી એ ડિવિઝન પોલીસે નવલખી રોડ ઉપર સેન્ટમેરી ફાટક નજીકથી બ્લેન્ડર્સ પ્રાઇડ શરાબની એક બોટલ દારૂ સાથે ઝડપી લીધેલા યુવાનના ઘરમાંથી મોંઘીદાટ પ્રીમિયમ શરાબની 22 બોટલો કબ્જે કરી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસે બ્લેન્ડર્સ પ્રાઇડની એક બોટલ સાથે નવા ડેલા રોડ ઉપર રાવળ શેરીમાં રહેતા મિલન ભીખાભાઈ મેવાડાને ઝડપી લીધા બાદ ગઈકાલે તેના ઘરની તલાસી લીધી હતી.

આરોપી મિલન મેવાડાના ઘરની તલાશી દરમિયાન પોલીસને રહેણાંકમાંથી એન્ટીક્યુટી બ્લુ અલ્ટ્રા પ્લેટીનીયમ વ્હીસ્કીની બોટલ નંગ-2, સીગ્નેચર રેર એજ્ડ વ્હીસ્કીની બોટલ નંગ-9 અને બ્લેન્ડર્સ પ્રાઈડ સીલેક્ટ પ્રીમીયમ વ્હીસ્કીની બોટલ નંગ-11 મળી કુલ બોટલ નંગ-22 કુલ કિ.રૂ.18,430 નો જથ્થો મળી આવતા પોલીસે મિલન મેવાડા વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text