મોરબીના કન્યા છાત્રાલય રોડ ઉપર આખલા યુદ્ધ

- text


વારંવાર આખલા યુદ્ધથી તંત્રની ઢોર પકડ ઝુંબેશનું સુરસુરીયું

મોરબી : મોરબીના પટેલ કન્યા છાત્રાલય રોડ ઉપર આખલા યુદ્ધથી ભારે ધમાચકડી મચી ગઇ હતી. આશરે અડધો કલાક સુધી આખલાઓએ ઘમાસાણ મચાવતા લોકો ભયભીત બની ગયા હતા.જ્યારે વારંવાર આખલા યુદ્ધથી તંત્રની ઢોર પકડ ઝુંબેશનું સુરસુરીયું થઈ ગયું છે.

મોરબીના પટેલ કન્યા છાત્રાલય રોડ ઉપર બે આખલાઓએ ભારે દંગલ મચાવ્યું હતું આખો રોડ બાનમાં લઈને બન્ને આખલાઓ એ રોડને યુદ્ધનું મેદાન બનાવીને લગભગ અડધો કલાક સુધી આંતક મચાવ્યો હતો. પરિણામે રોડ ઉપર પસાર થતા રાહદારીઓ અને વાહન ચાલકોના જીવ પડીકે બંધાયા હતા. આ બનાવથી જાહેર માર્ગ ઉપર થોડીવારમાં ભારે ગભરાહટ ફેલાયો હતો. જો કે તંત્રએ હમણાં જ ઢોર પકડ ઝુંબેશ શરૂ કરી હોવાનો દાવો કર્યો હતો અને મુખ્યમાર્ગો ઉપરથી રખડતા ઢોરને ઉપાડીને સલામત સ્થળે ખસેડાતા હોવાનો પણ તંત્રએ બચબ કર્યો હતો.પણ આ આખલા યુદ્ધથી તંત્રનો દાવો ખોખલો બની ગયો છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text