મોરબીના શાકમાર્કેટમાં ગંદા પાણીની સમસ્યાનો હલ કરતા વેપારીઓ

- text


વેપારીઓએ રૂ. 15 લાખના સર્વ ખર્ચે ધાબુ ભરી ઊંચું લેવલ કર્યું

મોરબી : મોરબીના શાક માર્કેટ અને આસપાસમાં વર્ષોથી વિકટ બનેલી ગંદા પાણી ભરવાની સમસ્યાનો આખરે વેપારીઓને જાતે જ ઉકેલ કરવાની ફરજ પડી છે. જેમાં તંત્રએ યોગ્ય રીતે મદદ ન કરતા વર્ષોથી ગંદા પાણીને કારણે નર્કથી બદતર સ્થિતિ ભોગવતા વેપારીઓ જાતે જ આ સમસ્યા ઉકેલી છે અને વેપારીઓએ હાલ રૂ. 15 લાખના ખર્ચે ધાબુ ભરીને ઊંચું લેવલ કર્યું છે.જેથી ગંદા પાણી ન ભરાઈ. ત્યારે તંત્રમાં થોડી ઘણી શરમ બચી હોય તો હજુ પણ આ વિસ્તારમાં ધટતી સુવિધા પ્રત્યે યોગ્ય ધ્યાન આપે તે જરૂરી બન્યું છે.

મોરબીના શાક માર્કેટ અને આસપાસમાં ઘણા સમયથી ગંદા પાણી ભરાવવાની ગંભીર સમસ્યા છે. ખાસ કરીને ભૂગર્ભ ગટર ઉભરાતી હોય ચોમાસામાં પરિસ્થિતિ હદ બહારની વકરતી હતી. આખી શાક માર્કેટ ચોમાસામાં પાણીમાં ગરકાવ થઈ જતી અને સામાન્ય દિવસોમાં પણ પાણી-પાણી જેવી કપરી સ્થિતિ હોવાથી શાકભાજી લેવા આવતા લોકોને શાકભાજી સાથે ગંદકી ફ્રી માં લઇ જવી પડે તેવી નોબત આવતી હતી. જો કે પાલિકા તંત્રને વખતોવખત રજુઆત બાદ પણ નક્કર કાર્યવાહી ન થતા અંતે શાક માર્કેટના વેપારીઓએ બીજાના ભરોસે રહેવાને બદલે જાત મહેનત જીંદાબાદની કહેવતને ખરા અર્થમાં સાર્થક કરી હતી.

શાક માર્કેટમાં 400 જેટલા વેપારીઓ જુદા જુદા વ્યવસાય કરે છે. આ વેપારીઓને ગંદા પાણીથી વેપાર ધંધાને ફટકો પડતો હતો. આથી વેપારીઓએ જાતે જ ગંદા પાણી ભરવાની સમસ્યાનો હલ કર્યો છે. જેમાં વેપારીઓ રૂ.15 લાખના સર્વ ખર્ચે શાક માર્કેટમાં ધાબુ ભરી લેવલ ઊંચું લીધું છે. જેના કારણે હાલ પાણી ભરવાની સમસ્યામાંથી મુક્તિ મળી છે અને શાક માર્કેટ પાછળ ગટર ઉભરાતી અને કચરો ઠળવાતો હોય ત્યાં કચરાના નિકાલ માટે પાલિકાના સહયોગથી ટ્રેકટર મૂક્યું છે. શાકભાજીનો સડેલો કચરો આ ટ્રેકટરમાં જ નાખવાની તાકીદ કરાઈ છે.

- text

શાક માર્કેટમાં ગટર ઉભરાતી હોય અગાઉ યુરીનલ બંધ કરી દીધું હતું. આથી હવે વેપારીઓએ અહીંયા ફરીથી યુરીનલ શરૂ કરવાની માંગ કરી છે. આ ઉપરાંત નહેરુ ગેઇટ સહિતના બજાર વિસ્તારમાં એકપણ મહિલાઓ માટે શોચાલય કે યુરીનલ નથી.શાક માર્કેટમાં પણ શોચાલય બંધ કરી દેવામાં આવ્યું હતું.આથી શાક માર્કેટમાં આવતી મહિલાઓને હાલાકી ન પડે તે માટે શૌચાલય અને યુરીનલ શરૂ કરવા વેપારીઓએ તંત્ર સમક્ષ માંગ ઉઠાવી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text