મોરબી જિલ્લામાં કાલે શુક્રવારે 168 સ્થળે વેકસીનેશન : 20,650 ડોઝ ઉપલબ્ધ કરાશે

- text


 

મોરબી : મોરબી જિલ્લામાં આવતીકાલે અલગ અલગ 168 સ્થળો ઉપર વેકસીનેશનની કામગીરી કરવામાં આવનાર છે. આ તમામ સ્થળો ઉપર 20, 650 ડોઝ ઉપલબ્ધ હશે. આ વેકસીનેશનનો લાભ લેવા આરોગ્ય વિભાગે અપીલ કરી છે.

- text

મોરબી જીલ્લાના પાંચેય તાલુકામાં આરોગ્ય વિભાગ દ્વારા આવતીકાલે શુક્રવારે વેકસીનેશન કેમ્પોનું આયોજન કરાયું છે. જિલ્લાના કુલ 168 સ્થળોએ આ કેમ્પ યોજાનાર છે. જેમાં કોવિશિલ્ડના 16850 અને કોવેકસીનના 3800 મળી કુલ 20650 ડોઝ ઉપલબ્ધ કરવામાં આવનાર હોવાનું આરોગ્ય વિભાગે જાહેર કર્યું છે.

- text