MCX : સોના-ચાંદીના વાયદાના ભાવમાં પરસ્પર વિરૂદ્ધ વલણઃ ક્રૂડ તેલના ભાવમાં નરમાઈ

- text


 

સીપીઓ, રબર, મેન્થા તેલમાં સાર્વત્રિક ઘટાડો : બુલડેક્સ ફ્યુચર્સમાં 41 પોઈન્ટ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં 125 પોઈન્ટની મૂવમેન્ટ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં ગુરૂવારે પ્રથમ સત્ર સુધીમાં 1,21,488 સોદાઓમાં કુલ રૂ.10,502.69 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના ડિસેમ્બર વાયદામાં 41 પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના ડિસેમ્બર વાયદામાં 125 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં 32,373 સોદાઓમાં કુલ રૂ.2,192.67 કરોડનાં કામકાજ થયાં હતાં.

સોનાના વાયદાઓમાં સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.48,035ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.48,160 અને નીચામાં રૂ.48,007 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.12 વધી રૂ.48,067ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.7 વધી રૂ.38,475 અને ગોલ્ડ-પેટલ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.3 ઘટી રૂ.4,791ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.61,640 ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.61,730 અને નીચામાં રૂ.61,344 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.189 ઘટી રૂ.61,434 બોલાઈ રહ્યો હતો. ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.165 ઘટી રૂ.61,726 અને ચાંદી-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.169 ઘટી રૂ.61,720 બોલાઈ રહ્યો હતો.

બિનલોહ ધાતુઓમાં 12,546 સોદાઓમાં રૂ.2,389.77 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1 વધી રૂ.214.20 અને જસત ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.1.20 વધી રૂ.279ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે તાંબુ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.4.15 ઘટી રૂ.737.45 અને નિકલ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.14.5 ઘટી રૂ.1,559.70 તેમ જ સીસું ડિસેમ્બર કોન્ટ્રેક્ટ કોઈ ફેરફાર વગર રૂ.186ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

એનર્જી સેગમેન્ટમાં 34,138 સોદાઓમાં કુલ રૂ.2,416.90 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ડિસેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં રૂ.5,514ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.5,527 અને નીચામાં રૂ.5,428 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.28 ઘટી રૂ.5,440 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ ડિસેમ્બર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.7.30 ઘટી રૂ.284.40 બોલાઈ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઝમાં 1,602 સોદાઓમાં રૂ.179.06 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.1,760ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1760 અને નીચામાં રૂ.1760 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.8 વધી રૂ.1,760 બોલાઈ રહ્યો હતો. આ સામે રબર ડિસેમ્બર વાયદો 100 કિલોદીઠ રૂ.18,200ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.18,250 અને નીચામાં રૂ.17,950 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.357 ઘટી રૂ.17,996ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

- text

સીપીઓ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 10 કિલોદીઠ રૂ.1,119.30ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1120 અને નીચામાં રૂ.1101 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.8.30 ઘટી રૂ.1106.10 બોલાઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1.80 ઘટી રૂ.969.20 અને કોટન ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગાંસડીદીઠ રૂ.120 ઘટી રૂ.31,300 બોલાઈ રહ્યો હતો.

કામકાજની દૃષ્ટિએ કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 6,937 સોદાઓમાં રૂ.1,168.57 કરોડનાં 2,430.650 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 25,436 સોદાઓમાં કુલ રૂ.1,024.10 કરોડનાં 166.119 ટનના વેપાર થયા હતા. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમના વાયદાઓમાં રૂ.238.62 કરોડનાં 11,195 ટન, જસતના વાયદાઓમાં રૂ.357.21 કરોડનાં 12,845 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.935.81 કરોડનાં 12,652.500 ટન, નિકલના વાયદાઓમાં રૂ.783.13 કરોડનાં 5,020.500 ટન અને સીસું કોન્ટ્રેક્ટ્સમાં રૂ.75 કરોડનાં 4,025 ટનનાં કામકાજ થયાં હતાં.

એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 14,724 સોદાઓમાં રૂ.1,218.44 કરોડનાં 22,25,100 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 19,414 સોદાઓમાં રૂ.1,198.46 કરોડનાં 4,15,90,000 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં 1 સોદાઓમાં રૂ.0.04 કરોડનાં 4 ટન અને કોટનના વાયદાઓમાં 657 સોદાઓમાં રૂ.69.68 કરોડનાં 22200 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 193 સોદાઓમાં રૂ.7.11 કરોડનાં 73.08 ટન, રબરના વાયદાઓમાં 32 સોદાઓમાં રૂ.0.61 કરોડનાં 34 ટનના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં 719 સોદાઓમાં રૂ.101.62 કરોડનાં 9,220 ટનનાં કામકાજ થયાં હતાં.

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 12,999.379 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 696.909 ટન, એલ્યુમિનિયમમાં 11,055 ટન, જસત વાયદામાં 10,925 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં 14,727.500 ટન, નિકલ વાયદામાં 2,869.500 ટન, સીસું કોન્ટ્રેક્ટ્સમાં 3,210 ટન, ક્રૂડ તેલમાં 6,34,800 બેરલ અને નેચરલ ગેસમાં 1,40,71,250 એમએમબીટીયૂ તેમજ કપાસમાં 88 ટન, કોટનમાં 141350 ગાંસડી, મેન્થા તેલમાં 339.84 ટન, રબરમાં 85 ટન, સીપીઓમાં 84,070 ટનના સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, પ્રથમ સત્ર સુધીમાં 1,096 સોદાઓમાં રૂ.101.31 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 293 સોદાઓમાં રૂ.21.86 કરોડનાં 310 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 713 સોદાઓમાં રૂ.72.88 કરોડનાં 861 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 2,027 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 662 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ ડિસેમ્બર વાયદો 14,099ના સ્તરે ખૂલી, ઊપરમાં 14,126 અને નીચામાં 14,085ના સ્તરને સ્પર્શી, 41 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 1 પોઈન્ટ ઘટી 14,101ના સ્તરે પહોંચ્યો હતો.

જ્યારે મેટલડેક્સ ડિસેમ્બર વાયદો 16,948ના સ્તરે ખૂલી, 125 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 51 પોઈન્ટ ઘટી 16,928ના સ્તરે પહોંચ્યો હતો.ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં 39,733 સોદાઓમાં રૂ.3,222.98 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.74.67 કરોડ, ચાંદીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.47.21 કરોડ અને ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.3,101.10 કરોડનાં કામકાજ થયાં હતાં.

- text