વાંકાનેરમાં બુટલેગર પાસેથી દારૂ – બિયર ખરીદનાર બે ઝડપાયા

- text


બન્ને કિસ્સામાં બુટલેગરને ફરાર દર્શાવી ગુન્હો દાખલ કરાયો

વાંકાનેર : વાંકાનેર શહેરના આંબેડકર નગરમાં પોલીસે એક શખ્સને બિયર અને એક શખ્સને દારૂની અડધી બોટલ સાથે ઝડપી લેતા બન્નેએ એક જ બુટલેગર પાસેથી માલ ખરીદ કર્યાની કબૂલાત આપતા પોલીસે ત્રણેય વિરુદ્ધ ગુન્હો દાખલ કરી બુટલેગરને ઝડપી લેવા કાર્યવાહી શરૂ કરી છે.

પ્રથમ બનાવમાં પોલીસે વાંકાનેરના આંબેડકર નગરમાંથી રવિભાઈ પ્રવિણભાઈ પરમારને કાર્લ્સબર્ગ બિયર ટીન સાથે ઝડપી લેતા બિયરનું ટીન કુલદીપસિંહ ઝાલા પાસેથી ખરીદ કર્યાનું કબુલતા બન્ને વિરુદ્ધ ગુન્હો નોંધી કુલદીપસિંહને ફરાર દર્શાવ્યો હતો.

જ્યારે બીજા બનાવમાં પોલીસે દારૂની અડધી બોટલ સાથે વિપુલભાઈ ઉર્ફે વિકાસ જેન્તીભાઈ બોસીયાને ઝડપી લેતા તેને પણ દારૂની બોટલ કુલદીપસિંહ ઝાલા પાસેથી ખરીદી હોવાનું જણાવતા પોલીસે વિકાસની અટકાયત કરી કુલદીપસિંહને ફરાર દર્શાવી ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text