બીએલઓની કામગીરી કરતા શિક્ષકોને ઓનલાઈન કામગીરીથી મુક્તિ આપવા માંગ

- text


ટંકારા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા મામલતદારને આવેદનપત્ર અપાયું

ટંકારા : ભારત નિર્વાચન આયોગ દ્વારા હાલ ગુજરાતમાં મતદાર નોંધણી કાર્યક્રમ ચાલી રહ્યો છે. જે અંતર્ગત રાજ્યના તમામ બીએલઓ કે જે મોટાભાગે પ્રાથમીક શાળાના શિક્ષકો જ છે. સમગ્ર રાજ્યના પ્રાર્થાત્મક શિક્ષકોને જ્યારથી GARUDA APP દ્વારા તમામ ફોર્મ ઓનલાઇન કરવાની કામગીરીનો આદેશરવામાં આવ્યો છે ત્યારે તે BLOને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

ટંકારા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપીને જણાવ્યું હતું કે ઓનલાઈન કામગીરીના કારણે નિયત સમયમર્યાદામાં આ કામગીરી કરવી શક્ય લાગતી નથી. કેટલાય BLO ટેકનોલોજીનો મર્યાદિત જ ઉપયોગ કરતા હોવાથી તેઓ માટે આ કામગીરી કરવી મુશ્કેલ ભરેલી લાગે છે અને જો તેઓ આ કામગીરી કરશે તો મતદાર યાદી ક્ષતિવાળી બનશે તેવી સંભાવના પણ લાગે છે.

દરેક શાળામાં હાલ કમ્પ્યૂટર કે ઇન્ટરનેટની સુવિધા પણ ઉપલબ્ધ નથી જેથી શાળા કક્ષાએ રહીને પણ આ કામગીરી કરવી અસંભવ છે. શિક્ષકોનું મૂળ કામ શાળામાં શિક્ષણ આપવાનું છે. કોવિડ-૧૯ ના કા૨ણે શાળાનું શૈક્ષણક કાર્ય છેલ્લા દોઢ વર્ષથી જે બંધ હતું તે હાલ ચાલું થયું હોવાથી બાળકોના શૈક્ષણિક કાર્યમાં વિશેષ ધ્યાન આપવાની આવશ્યકતા હોય, તમામ ફોર્મ GARUDA APP પર BLO દ્વારા સમયમર્યાદામાં ઓનલાઇન કરવા અશક્ય છે. શાળા સમય દરમ્યાન ડોર ટુ ડોર જઇને કામગીરી કરવામાં પણ શાળાના બાળકોના શિક્ષણ પર અસર પડતી હોય છે.

ઉપરાંત મોટા ભાગની શાળામાં હાલ સ્કુલ ઓફ એક્સિા૨ અંતર્ગત પસંદગી કરવામાં આવેલ હોવાથી તેના માપદંડ સિધ્ધ કરવા માટે પણ તમામ શિક્ષકોએ કે જે BLO છે તેમને પણ કામગીરી કરવાની હોય છે અને જો તે કામગીરી સમયમર્યાદામાં ન થાય તો અમારી શિક્ષણ વિભાગતી કચેરી દ્વારા ઠપકો આપવામાં આવતો હોય,ડોર ટુ ડોરની કામગીરી કરવી અશક્ય છે. ઓનલાઇન ફોર્મ ભરવા માટેના આપ દ્વારા નક્કી કરવામાં આવેલ તમામ પ્લેટફોર્મ પણ ક્ષતિવાળા હોવથી ઘણીવાર એક જ ફોર્મ માટે ઘણા પ્રયત્ન કરવા પડતા હોય છે. જેના કારણે સમય વેડફાય છે અને કામગીરી કરવામાં નિરાશા પણ આવે છે. આ કામગીરી અંતર્ગત ફોર્મ એકંદર કરી ઓફિસ કક્ષાએથી ડેટા એન્ટ્રી થાય તેમ કરવું અથવા દરેક BLOને ઇન્ટ૨ોટ બેક્શન સાથે ટેબ્લેટ પુરૂ પાડવું જેથી આ કામગીરી થઇ શકે.

- text

સાથેસાથે પણ વિવિધ કારણોસર આ કામગીરી BLO દ્વારા કરવી યોગ્ય ન જણાતા આપને આવેદન છે કે આ કામગીરી માટેનો અન્ય કોઇ વ્યવહારુ ઉકેલ શોધવામાં આવે અને BLOની કામગીરી કરતા શિક્ષકોને GARUDA APP કે અન્ય રીતે ઓનલાઇન ફોર્મ ભરવાની કામગીરીમાંથી મુક્તિ આપવામાં આવે તો યોગ્ય રહેશે. તમામ BLOઆપ દ્વારા નક્કી કરેલ દિવસે તમામ પ્રકારના ફોર્મ સ્વીકારવા તૈયાર છે, પરંતુ તે તમામ ફોર્મની ઓનલાઇન કરવાની કામગીરી માટે ઉપરોક્ત કારણોસર જે મુશ્કેલીઓ પડે છે તે જોતા કામગીરી કરવી અસંભવ હોય, ટંકારા તાલુકા પ્રાર્થાત્મક શિક્ષક સંઘ દ્વારા આ બાબતે ઘટતું કરવાની માંગ કરાઈ છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text