ઢુંવા નજીક ટ્રક હડફેટે બુલેટ સવાર આધેડના મોત મામલે ટ્રકચાલકને બે વર્ષની કેદની સજા

- text


વાંકાનેર કોર્ટના સરકારી વકીલ એ.એન.પટેલની ધારદાર દલીલોને પગલે નામદાર કોર્ટનો મહત્વનો ચુકાદો

વાંકાનેર : વાંકાનેર – મોરબી હાઇવે ઉપર વર્ષ 2004માં ટ્રક ચાલકે બુલેટ સવાર આધેડને હડફેટે લઈ મોત નિપજાવી નાસી જઈ અન્ય સાહેદોને ઇજા પહોંચાડવાના બનાવમાં નામદાર વાંકાનેર કોર્ટે દ્વારા સરકારી વકીલની ધારદાર દલીલો ધ્યાને લઇ ટ્રક ચાલકને તકસીરવાન ઠેરવી અલગ અલગ કલમો મુજબ બે વર્ષની સજા ફટકારી સમાજમાં દાખલા રૂપ ચુકાદો આપ્યો છે.

આ કેસની ટૂંકી હકીકત જોઈએ તો વર્ષ 2004માં વાંકાનેર મોરબી હાઇવે ઉપર ઢુંવા નજીક ટ્રક નંબર જીજે.૧૩.ટી.૭૭૮૮ના અમરસર ગામે રહેતા ચાલક સિકંદર મુરાદભાઈ બ્લોચે પુરઝડપે ટ્રક ચલાવી બુલેટ મોટર સાયક્લ નં.જીજે. ૧૫ એલ ૪પ૩ ને ટકકર મારી તેના ચાલક બેચરભાઇ તથા પાછળ બેઠેલ તેમના પત્ની દૂધીબેન તથા પૌત્ર અજયને અડફેટમાં લઇ નીચે પાડી દઇ મોટર સાયકલ ચાલક બેચરભાઇને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી સારવાર દરમ્યાન તેમનુ મોત નીપજાવી તયા સાહેદ દુધીબેનને જમણા પગમાં તથા જમણા હાથના કાંડામાં ઇજાઓ પહોંચાડી તેમજ સાહેદ અજયને જમણા પગમાં ફેક્ચર જેવી ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચાડી ટ્રક સ્થળ ઉપર મૂકી નાસી જતા આઈપીસી કલમ 279, 304અ, 337, 338 તથા એમ.વી.એકટની કલમ 177,184,134 મુજબ ફરિયાદ નોંધાઈ હતી.

- text

જે અંગેનો કેસ વાંકાનેર નામદાર કોર્ટ સમક્ષ ચાલી જતા નામદાર કોર્ટે લેખિત મૌખિક પુરાવાઓ ધ્યાને લઇ સરકારી વકીલ એ.એન.પટેલની દલીલો ધ્યાને લઇ સમાજમાં વધી રહેલા અકસ્માતના કિસ્સાઓમાં અકસ્માત સર્જી વાહન મૂકીને ચાલ્યા જવાના બનાવો વધતા આરોપી ટ્રક ચાલકને તકસીરવાન ઠેરવ્યો હતો.

વધુમાં નામદાર અદાલત દ્વારા આરોપી ટ્રક ચાલક સિકંદર મુરાદભાઈ બ્લોચને કિ.પ્રો.કોડની ક.૨૪૮(૨) અન્વયે તેની સામેના ઈ.પી.કો.ક.૨૭૯ મુજબના સજાને પાત્ર ગુના માટે ત્રણ માસની સાદી કેદની સજા તથા રૂા.૫૦૦ (અંકે રૂપિયા પાંચસો પુરા) દંડ, ક્રિ.પ્રો.કોડની ક.૨૪૮(૨) અન્વયે તેની સામેના ઈ.પી.કો. ૬.૩૦૪(અ) મુજબના સજાને પાત્ર ગુના માટે બે વર્ષની સાદી કેદની સજા તથા રૂા.1000 (અંકે રૂપિયા એક હજાર પુરા) દંડ ઈ.પી.કો. ૩૩૭ મુજબના સજાને પાત્ર ગુના માટે ત્રણ માસની સાદી કેદની સજા તથા રૂા.૫૦૦– (અંકે રૂપિયા પાંચસો પુરા) દંડ, ઈ.પી.કો. .૩૩૮ મુજબના સજાને પાત્ર ગુના માટે એક વર્ષની સાદી કેદની સજા તથા રૂા.૧,૦૦૦ (અંકે રૂપિયા એક હજાર પુરા) દંડ ભરવાનો હુકમ તેમજ અન્ય કલમ મુજબ પણ સજા અને દંડએક સાથે ભોગવવા હુકમ કરાયો હતો.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text