વાલાસણ ખાતે આયુર્વેદિક કેમ્પ યોજાયો

- text


વાંકાનેર : “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત વાંકાનેર તાલુકાના વાલાસણ ખાતે આયુર્વેદિક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

આયુર્વેદ શાખા, જિલ્લા પંચાયત-મોરબી હસ્તકના સ.આ.દ.-પીપળીયારાજ અને સ.હો.દ.-જોધપરના સંયુક્ત રીતે અને વાલાસણ સેવા સહકારી મંડળી લી.-વાલાસણ તા. વાંકાનેરના સહકારથી “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત નિયામક આયુષ તથા જી.આયુ.અધિ. વૈદ્ય પ્રવિણ વડાવિયા-મોરબીના માર્ગદર્શન હેઠળ સે.સ.મ.-વાલાસણ ખાતે ગત તા.21/10/2021 ના રોજ સવારે 9થી 1 વાગ્યા સુધી વિવિધ આયુર્વેદિક પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી.

જેમાં સર્વ રોગ આયુર્વેદ નિદાન અને સારવાર કેમ્પ (લાભાર્થી-66), સર્વ રોગ હોમિયોપેથી નિદાન અને સારવાર કેમ્પ (લાભાર્થી-50), રસોડા ઔષધી માર્ગદર્શન અને સમજ (લાભાર્થી-65), દિનચર્યા, ઋતુચર્યા, સ્વસ્થ વૃત શિબિર (લાભાર્થી-57), કોરોનો રોગ પ્રતિકારક દવા વિતરણ (લાભાર્થી-21), લાઈવ ઉકાળા વિતરણ (લાભાર્થી- 91), ડાયાબિટીસની તપાસ સને સારવાર (લાભાર્થી- 7) અને “ફિટનેસ કા ડોઝ, આધા ઘંટા રોઝ” અંતર્ગત યોગ પ્રક્રિયાને સમજ અને ફાયદાઓ (લાભાર્થી-38)નો સમાવેશ થાય છે.

- text

આ કેમ્પમાં વૈદ્ય દિલીપ વિઠ્ઠલપરા (M. O. પીપળીયારાજ), ડો. જે.પી. ઠાકર (M. O. જોધપર), જીગ્નેશભાઈ (સેવક-પીપળીયારાજ), નૌશાદભાઈ (સેવક-જોધપર) સહીતના આયુષ સ્ટાફે સેવાઓ આપી હતી.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text