મોરબીમાં મેગા લીગલ સર્વિસ કેમ્પનું આયોજન

- text


તા.૨૧/૧૦/૨૦૨૧ ના સવારે ૧૦:૦૦ કલાકે પટેલ સમાજવાડી, શકત સનાળા ખાતે કાર્યક્રમ યોજાશે

મોરબી : ભારત સરકાર દ્વારા ચાલતા “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટીસ અને “NALSA“ (નામદાર સુપ્રિમ કોર્ટ) તરફથી મળેલ સુચના મુજબ પાન ઈન્ડીયા અવરનેસ પ્રોગ્રામ તા.૦૨/૧૦/૨૦૨૧ થી શરૂ કરવામાં આવેલ છે.

નામદાર ગુજરાત હાઈકોર્ટ (ગુજરાત રાજ્ય કાનુની સવા સત્તા મંડળ) તરફથી મળેલ સુચના મુજબ મોરબી જિલ્લાનો મેગા લીગલ સર્વિસ કેમ્પ તા.૨૧/૧૦/૨૦૨૧ ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે પટેલ સમાજવાડી, શકત સનાળા ખાતે રાખવામાં આવ્યો છે. આ મેગા લીગલ સર્વિસ કેમ્પમાં સરકારની વિવિધ યોજનાઓનો કાર્યક્રમના સ્થળ પર જ લાભ મળી રહે તેવું આયોજન કરવામાં આવ્યું છે.

- text

મોરબી જિલ્લાના પ્રન્સિપાલ ડિસ્ટ્રીક જજ એ.ડી. ઓઝાના અધ્યક્ષ સ્થાને યોજાનાર આ કાર્યક્રમમાં કલેક્ટર જે.બી. પટેલ, જિલ્લા પોલીસ વડા એસ.આર. ઓડેદરા, જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા જાહેર જનતાને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text