ટંકારાના નાના ખીજડિયા ગામે વાડીમાં ધમધમતું જુગારધામ ઝડપાયું

- text


ટંકારા પોલીસે જુગાર રમતા પાંચ શખ્સોને રૂ.83680 ના મુદામાલ સાથે ઝડપી લીધા

ટંકારા : ટંકારા પોલીસે આજે બાતમીના આધારે ટંકારાના નાના ખીજડિયા ગામે વાડીમાં ધનધમતા જુગારધામને ઝડપી લીધું હતું. જેમાં ટંકારા પોલીસે જુગાર રમતા પાંચ શખ્સોને રૂ.83680 ના મુદામાલ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

ટંકારના નાના ખીજડીયા ગામે આરોપી બીપીનભાઈ ઠાકરશીભાઈ બારૈયાના કબ્જા ભોગવટા વાળી વાડી ખેતરની ઓરડીમા બહારથી માણસો બોલાવી સાધન સામગ્રી પુરા પાડી તેની અવેજીમા નાલ ઉઘરાવી જુગાર રમાડતો હોવાની બાતમી મળતા ટંકારા પોલીસ સ્ટાફ તે સ્થળે ત્રાટક્યો હતો અને પોલીસે વાડીની ઓરડીમાં જુગાર રમતા આરોપીઓ બીપીનભાઈ ઠાકરશીભાઈ બારૈયા, અમરશીભાઈ દેવાભાઈ ભાડજા, દામજીભાઈ થોભણભાઈ બારૈયા, બીપીનભાઈ વશરામભાઈ કાસુંદ્રા, સવજીભાઈ લવજીભાઈ માલકીયાને રોકડા રૂ ૮૩૬૮૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા અને આ પાંચેય ઇસમો વિરૂધ્ધ જુગાર ધારા કલમ મુજબ ધોરણસર કાર્યવાહી કરવામા આવેલ છે.

- text

આ જુગારની રેડની કાર્યવાહી ટંકારા પો.સબ.ઇન્સ.બી.ડી. પરમાર તથા સર્વલન્સ સ્કવોડના પોલીસ હેડ કોન્સટેબલ વિજયભાઈ બાર તથા પો.કોન્સ-હિતેષભાઈ ચાવડા તથા પો.કોન્સ ખાલીદખાન રફીકખાન તથા પો.કોન્સ સિધ્ધરાજસિંહ જાડેજા તથા પો.કોન્સ વિપુલભાઈ બાલાસરા સહિતના પોલીસ સ્ટાફે કરી હતી.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text