ટંકારાનો ડેમી-2 ડેમ 100 ટકા ભરાયો : નવા નીરને વધાવતા અધિકારીઓ

- text


ઉપરવાસમાં સારા વરસાદને કારણે સતત આવક ચાલુ રહેતા એક દરવાજો દોઠ ફુટ ખોલાયો

ટંકારા : મોરબી જિલ્લાના ચેરાપુંજી ગણાતા ટંકારામાં ગઈકાલે અઢી ઈચથી વધુ વરસાદ પડયા બાદ આજે પણ સાર્વત્રિક મેઘમહેર ચાલુ રહેતા ટંકારાનો ડેમી-2 ડેમ 100 ટકા ભરાઈ ગયો છે અને પાણીની સતત આવક ચાલુ રહેતા ડેમનો એક દરવાજો દોઢ ફૂટ ખોલવામાં આવ્યો છે.

ટંકારા તાલુકામા આવેલા ત્રણ ડેમ પૈકી રાજાવડ નજીકનો ડેમી-2 ડેમ આજે બપોરે 100 ટકા ભરવાની સાથે ઓવરફલો થતા ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે. ટંકારા તાલુકામાં અને ઉપરવાસમાં સારા વરસાદને કારણે ડેમમાં નવા પાણીની સતત આવક ચાલુ રહેતા ડેમનો એક દરવાજો દોઢ ફૂટ ખોલી લેવલ મેઇન્ટેન કરવામાં આવી રહ્યું છે. ડેમી-2 ડેમ છલકાતા ડેમ સાઇટના અધિકારી ભાવેશભાઈ વેગડ, સેક્સન ઓફીસર હસુભાઈ સોનાગરા, ગેઈટ ઓપરેટ આર.કે.બરાસરા અને વર્ક આસિસ્ટન્ટ હિતેન્દ્રસિહ જાડેજાએ શ્રીફળ અને અગરબતી સાથે નવા નીરના વધામણાં કર્યા હતા.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text