શરદ ઋતુમાં ક્યો આહાર લેવો જોઈએ? ક્યો આહાર ન લેવો જોઈએ?

- text


ગુજરાતી પંચાંગ પ્રમાણે ભાદરવો અને આસો માસ એટલે શરદ ઋતુનો કાળ. ભાદરવો મહિનો અડધો તો પૂર્ણ પણ થઈ ગયો છે. અને ચોમાસાની ઋતુ જામી છે. શરદ ઋતુને રોગોની જનની કહેવામાં આવે છે. આ ઋતુમાં શરીરમાં પિત્ત વધે છે. આથી, આ સમય દરમિયાન સ્વાસ્થ્ય સંબંધિત વધુ કાળજી રાખવી જોઈએ.

ત્યારે શરદ ઋતુમાં દિનચર્યા, પથ્ય-અપથ્ય આહાર વિશે આયુષ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર, નિયામક આયુષની કચેરી, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત રાજ્ય દ્વારા જનહિત માટે વિગતવાર માહિતી અપાઈ છે. જે નીચે મુજબ છે.

ક્યો આહાર લેવો જોઈએ?

શરદ ઋતુ દરમિયાન કડવો, તૂરો, ગળ્યો અને ઠંડો તેમજ હળવો આહાર લેવો જોઈએ. ગાયનું દુધ, ગાયનું ઘી, ઘઉં, ચોખા, મગ, જવ, દુધી, કારેલા, પરવળ, કોબીજ, સુરણ, પપૈયું, ચીકુ, સીતાફળ, કેળા, દાડમ, સફરજન, શેરડી, દ્રાક્ષ, શિંગોડા, જીરું, આમળા, અંજીર, સૂંઠ, હરડે, ધાણાજીરું, હળદર, લવિંગ, મેથી, તાંદળજો, દૂધ-પૌવાની ખીર, સુકી દ્રાક્ષ, વરીયાળી, સાકાર, નારિયેળ આહારમાં લેવું હિતાવહ છે.

ક્યો આહાર ન લેવો જોઈએ?

ખાટો, ખારો, તીખો, વધુ પડતો તેલ વાળો અને વધારે માત્રામાં આહાર લેવો જોઈએ નહિ. જેમ કે દહીં, તલ, મરચા, અથાણા, મેંદો, ફરસાણ, લસણ અને રીંગણા આહારમાં લેવા જોઈએ નહિ.

- text

દિનચર્યામાં શેનો સમાવેશ કરવો?

ઠંડા પાણીથી સ્નાન કરવું જોઇએ
જળાશયની નજીક ચાંદનીની શીતળતામાં ફરવું જોઈએ
ઉજાગરા કરવા જોઇએ નહીં
શારીરિક બળ અનુસાર વ્યાયામ કરવો
ઠંડા પાણીથી સ્નાન કરવું
વધેલા પિત્તને કાબૂમાં લેવા વિરેચનકર્મ કરાવવું
ઇમ્યુનિટી વધારવા સવારે ઠંડા પહોરમાં ચાલવા જવું


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text