લોકસાહિત્યકાર ઝવેરચંદ મેઘાણીની જન્મજયંતિ નિમિત્તે આયોજિત સ્પર્ધામાં ટંકારાની વિદ્યાર્થિની પ્રથમ ક્રમે વિજેતા

- text


ટંકારા : રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતિ નિમિત્તે યોજાયેલી ઝવેરચંદ મેઘાણી રચિત અને સંપાદિત કરેલ શોર્યગીત, ભજન અને લોકગીત સ્પર્ધામાં મોરબી જીલ્લા કક્ષાની સ્પર્ધામાં ટંકારાની આર્ય વિદ્યાલયમની કડીવાર ધ્રૂવી પ્રથમ ક્રમે વિજેતા બની છે.

મોરબી, માળીયા મિયાણા, હળવદ, વાંકાનેર અને ટંકારા તાલુકાની જુદી-જુદી શાળામાંથી 14 જેટલા વિદ્યાર્થીઓએ નવયુગ શૈક્ષણિક સંકુલ ખાતે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી રચિત અને સંપાદિત કરેલ શોર્યગીત, ભજન અને લોકગીત સ્પર્ધા-2021માં ભાગ લીધો હતો. જેમાં ટંકારાની આર્ય વિદ્યાલયમ્ માં ધોરણ 10માં અભ્યાસ કરતા છાત્ર કડીવાર ધ્રુવિબેન ધર્મેન્દ્રભાઇ (રહે. નશિતપર)ને પ્રથમ ક્રમે વિજેતા જાહેર કરવામાં આવ્યા છે, જે હવે રાજ્ય કક્ષાએ ભાગ લેશે.

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના 125મા જન્મજયંતિ નિમિત્તે એમના દ્વારા રચિત અને સંપાદિત કરેલ શોર્યગીત, ભજન અને લોકગીત સ્પર્ધા- 2021માં જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર મેળવી રાજ્ય કક્ષાએ મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરવા બદલ આર્ય વિદ્યાલયમની વિદ્યાર્થીની કડીવાર ધ્રુવિબેન ધર્મેન્દ્રભાઇને અધિકારીઓ, શાળા, શિક્ષકો અને પરીવાર દ્વારા અભિનંદન પાઠવ્યા હતા.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text