રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા માળીયા (મી.)માં સદસ્યતા અભિયાન અંગે ઓનલાઇન બેઠક યોજાઇ

- text


માળીયા (મી.) : રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા માળીયા (મી.)માં મહાસદસ્યતા અભિયાન અંગે ચર્ચા-વિચારણા કરવા ઓનલાઇન બેઠક યોજાઇ હતી.

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ – ગુજરાત તેમજ મોરબી જિલ્લા શૈક્ષિક મહાસંઘનાં આહવાન મુજબ માળીયા મી. તાલુકામાં સદસ્યતા અભિયાન હાથ ધરવા બાબતે એક ઓનલાઈન બેઠકનું આયોજન ગઇકાલના રોજ કરવામાં આવેલ હતું. આ બેઠકમાં અભિયાન અંગે માર્ગદર્શન પૂરું પાડવા સૌરાષ્ટ્ર સંભાગનાં સહસંગઠન મંત્રી હિતેશભાઈ ગોપાણી, હળવદ તાલુકા સંગઠન મંત્રી રાજુભાઈ ગોહિલ, વાંકાનેર ઉપાધ્યક્ષ પોપટભાઈ, મોરબી ઉપાધ્યક્ષ રમેશભાઈ હુંબલ જોડાયા હતા. જેમણે સદસ્યતા અભિયાન બાબતે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

માળીયા મી. શૈક્ષિક મહાસંઘનાં પ્રમુખ હરદેવભાઈ કાનગડ, મંત્રી સુનિલભાઈ કૈલા, સિનિયર ઉપાધ્યક્ષ રાજેશભાઈ રાઠોડ, સંગઠન મંત્રી કે. કે. લાવડીયા તેમજ ઉપાધ્યક્ષ રમેશભાઈ ચાવડા એમ સમગ્ર માળીયા ટીમે બેઠકમાં ‘સદસ્યતા અભિયાન ‘ બાબતે ચર્ચા -વિચારણા કરી જરૂરી વિચારોની આપ-લે કરી હતી. બેઠકમા રાજેશભાઈ બાલાસરા, દિનેશભાઇ કાનગડ વગેરે માળીયા તાલુકાનાં શિક્ષકો પણ જોડાયા હતા અને પોતાના પ્રતિભાવ આપ્યા હતા.

- text

ઓનલાઈન બેઠકનું સંચાલન સિનિયર ઉપાધ્યક્ષ રાજેશભાઈ રાઠોડ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ અધ્યક્ષ હરદેવભાઈ કાનગડ દ્વારા બેઠકમા હાજર સર્વેનું સ્વાગત અને બેઠકનાં અંતે આભાર પ્રગટ કરવામાં આવેલ હતો. સાથે સમગ્ર ટીમને એકજુથ થઈ કામ કરવાનું આહવાન પણ અધ્યક્ષ દ્વારા કરવામાં આવેલ હતું. હિતેશભાઈ ગોપાણી દ્વારા સંગઠન મંત્રનાં નાદ સાથે બેઠકની પુર્ણાહુતી કરવામાં આવી હતી.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text