હળવદના નવા દેવળીયામાં કામ બંધ કરો કહીને ઈજનેરને ઘૂસતાવ્યો

- text


નર્મદા યોજનાના એર વાલ્વ ઉભો કરવાની કામગીરી દરમિયાન બે શખ્સોએ ડીંગલ મચાવ્યું

હળવદ : હળવદ તાલુકાના નવા દેવળીયા ગામે નર્મદા યોજનાના એર વાલ્વ ઉભો કરવાની કામગીરી કરી રહેલા ખાનગી કંપનીના ઇજનેરને બે શખ્સોએ કામ બંધ કરી દેવાનું કહી ઘૂસતાવી નાખતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

પ્રાપ્ત વિગતો મુજબ હળવદ તાલુકાના નવા દેવળીયા ગામે હાલમાં નર્મદા યોજનાની પાઈપલાઈનનું કામ ચાલી રહ્યું હોય એલ એન્ડ ટી કંપનીના ઇજાજભાઇ અહમદભાઇ મલીક નામના કર્મચારી મહેન્દ્રભાઇ ઉર્ફે કાળૂભાઇ રણછોડભાઇ પટેલના ખેતરની બાજુના ખેતરમા નર્મદા નિગમે સંપાદન કરેલ જમીનમા એર વાલ્વ ઉભો કરવાની કામગીરી કરી રહ્યા હતા.

આ વેળાએ મહેન્દ્રભાઇ ઉર્ફે કાળૂભાઇ રણછોડભાઇ પટેલ તથા ભરતભાઇ નામનો શખ્સ ત્યાં ઘસી આવ્યા હતા અને કામ બંધ કરી દયો તેમ કહી વેલ્ડીંગનો સામાન ઉપાડ્યો તો જાનથી પતાવી દેશું કહી મૂંઢ માર મારી ઇજાઓ પહોંચાડતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

- text

પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ ઇ.પી.કો. કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨) મુજબ ગુન્હો નોંધી આરોપીઓને ઝડપી લેવા કાર્યવાહી શરૂ કરી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text