માળિયા (મી.)ની રેફરલ હોસ્પિટલમાં ડોક્ટરની કાયમી નિમણુક કરવા માંગ

- text


જાગૃત સંસ્થાએ મુખ્યમંત્રીને રજુઆત કરી

મોરબી : માળિયા (મી.) ખાતે આવેલ રેફરલ હોસ્પિટલમાં કોઈ કાયમી ડોક્ટર નથી. આથી સ્થાનિક લોકોને ભારે મુશ્કેલી પડે છે. જેમાં ઇમરજન્સી દર્દીને મોરબી કે અન્યત્ર ખસેડવામાં વિલંબ થાય તો તે દર્દીના જીવ ઉપર જોખમ રહે છે. આથી માળિયા (મી.)ની રેફરલ હોસ્પિટલમાં ડોક્ટરની કાયમી નિમણુક કરવા માંગ સાથે જાગૃત સંસ્થાએ મુખ્યમંત્રીને રજુઆત કરી છે.

- text

ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ મુખ્યમંત્રીને રજુઆત કરતા જણાવ્યું હતું કે, માળીયામાં ડોક્ટર ન હોવાના કારણે ઘણા દર્દીઓને મોરબી અથવા રાજકોટ જવું પડે છે. ખાસ કરીને પ્રસુતિના કેસો પણ મોરબી રવાના કરવામાં આવે છે. આવામાં જો કોઈ પ્રસુતાને તફાલીક હોય અને જો તાત્કાલિક સારવારની જરૂર હોય અને મોરબી જવું પડે પણ ન કરે નારાયણને રસ્તામાં કોઈ તકલીફ થાય તો તે નવજાત શિશુ તેમજ પ્રસુતાના જાનને જોખમ થાય અને તેના જાન પણ જવાની શક્યતાઓ રહેલી છે. તેથી તાત્કાલિક ડોકટરની નિમણુક કરવાની માંગ કરી છે. જો આ માંગ નહિ સંતોષાઈ તો ના છૂટકે સ્થાનિક લોકોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે રજુઅતો કરવાની ફરજ પડશે. તેમ રજુઆતમાં જણાવ્યું હતું.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text